આને પ્રેમ કહેવો, વ્હેમ કહેવો કે મુર્ખાઈ કહેવી?? 50 વર્ષના શિક્ષકનું 20 વર્ષની તેની જ વિદ્યાર્થીની પર દિલ આવી ગયું, બન્નેએ ફેરા ફરી લગ્ન કરી લીધા

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

હાલમાં એક લવ સ્ટોરી વાયરલ થઈ રહી છે જેના પર લોકો અઘરી અઘરી કોમેન્ટ કરી રહ્યા છે. બિહારના સમસ્તીપુરમાં એક શિક્ષકે પોતાની જ વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા. હકીકતમાં, 20 વર્ષની શ્વેતા શહેરના એક કોચિંગ સેન્ટરમાં અંગ્રેજી ભણવા જતી હતી. જ્યાં તેણીને 50 વર્ષીય અંગ્રેજી શિક્ષક સંગીત કુમાર સાથે પ્રેમ થઈ ગયો. બંને વચ્ચે શરૂ થયેલો પ્રેમ ખાલી પ્રેમ જ ના રહ્યો પણ ખૂબ જ ધારદાર સાબિત થયો. જે થોડી જ વારમાં લગ્નના મુકામ પર પહોંચી ગયા.

તમે બિહારમાં મટુકનાથ અને જુલીની લવ સ્ટોરી તો સાંભળી જ હશે. તે પ્રેમ કહાનીના લાંબા સમય બાદ એક શિક્ષકે પોતાની જ વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા છે. બંનેની ઉંમરમાં 22 વર્ષનો તફાવત છે. જ્યારે પ્રેમ ખીલ્યો, શિક્ષક અને વિદ્યાર્થીની આ જોડીએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. તેના ફેરા ફરતો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલો રોસડા પોલીસ સ્ટેશન વિસ્તારના રોસડા બજારનો છે. ગુરુવારે થયેલા આ લગ્નના સાક્ષી આસપાસના લોકો અને દુલ્હન સાથે અભ્યાસ કરતા સહાધ્યાયી હતા. શિક્ષકની ઉંમર 50 વર્ષ છે, જ્યારે વિદ્યાર્થીની ઉંમર 20 વર્ષ છે. તેમના લગ્નમાં આવેલા લોકોએ આ અનોખા લગ્નનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

શ્વેતા અને સંગીતના ઘર વચ્ચે માત્ર 800 મીટરનું અંતર છે. રોસડા બજારના રહેવાસી શ્વેતા અને સંગીત કુમારે તેમના લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટે કોર્ટ મેરેજ પણ કર્યા છે. વાસ્તવમાં આ શિક્ષકની પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. પટનાની મટુકનાથ પ્રેમકથાનો અંત ખૂબ જ દુઃખદ હતો. વર્ષ 2006માં પટના યુનિવર્સિટીમાં હિન્દીના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મટુકનાથ અને તેની શિષ્યા જુલી વચ્ચે પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો હતો. બાદમાં બંને વચ્ચેના સંબંધોને લઈને ઘણો હોબાળો થયો હતો. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે સમસ્તીપુરના આ નવા મટુકનાથનું લગ્નજીવન કેટલું સફળ થઈ શકે છે.


Share this Article