Ayodhya Ram Mandir: રામલલાના દર્શન કરવા જનારા રામભક્તો માટે મહત્વના સમાચાર. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે હવે દર્શનના સમયમાં કર્યો મોટો ફેરફાર. શુક્રવારથી મંદિરના દરવાજા બપોરે એક કલાક માટે બંધ રાખવામાં આવ્યા છે.
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રામલલા શુક્રવારથી બપોરે 1 કલાક આરામ કરશે. વાસ્તવમાં, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી મંદિરમાં આવતા ભક્તોની ભારે ભીડ હોય છે. આને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી વધારીને 10 વાગ્યા સુધીનો કર્યો છે.
‘રામલલા 5 વર્ષના બાળકના રૂપમાં છે. તેથી બાળદેવને થોડો આરામ આપવા ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે બપોરે એક કલાક માટે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે મંદિર બપોરે 12:30 થી 1:30 વાગ્યા સુધી બંધ રહેશે. અભિષેક સમારોહ પહેલા, રામલલાના દર્શનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો હતો, જેમાં 1:30 થી 3:30 વાગ્યા સુધી બે કલાકના દર્શન બંધ હતા.
આરતી માટે ઓનલાઈન પાસની સુવિધા
તમને જણાવી દઈએ કે હવે રામલલા આરતીમાં ભાગ લેવા માટે ઓનલાઈન પાસની સુવિધા પણ આપવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા મંદિર ટ્રસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને કારણે તેને બંધ કરી દીધું હતું. હાલમાં, આરતી માટેના પાસનું બુકિંગ આ મહિનાના અંત સુધી ભરાઈ ગયું છે.
કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા
પ્રથમ તબક્કામાં મંગળા અને શયન આરતી માટે માત્ર 20 પાસ આપવામાં આવશે. તેમની સંખ્યા પાછળથી વધારવામાં આવશે. આ દરમિયાન રામ મંદિર પર એક સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે આ સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો.