સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. આરોપ છે કે ભાભીએ દિયરના મિત્રો સાથે સંબંધ બાધવાથી ઇન્કાર કર્યો હતો. આ પછી દિયરે ભાભીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. સાબિતી મિટાવવા માટે લાશ પર પાણી નાખી દીધું હતું કારણ કે ફિંગરપ્રિન્ટ તપાસ દરમિયાન તે સામે આવે નહીં. આ પછી શરીર પર માટી પણ નાખી દીધી હતી. સાબિતી મિટાવી હોવા છતા એક ભૂલથી પોલીસે દિયરની ધરપકડ કરી છે.
પોલીસ લાશ પાસેથી દિયરનો મોબાઇલ મેળવ્યો હતો. જેમાં તેના ભાભીના ફોટો પણ હતા. હાલ પોલીસે દિયર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને ખુલાસો કર્યો છે. આ ઘટના ઉત્તર પ્રદેશના બિજનૌરમાં બની છે. પોલીસના મતે મહિલા ખેતરમાં સવારે ચારો લેવા માટે ગઇ હતી. જાેકે મોડી સાંજ સુધી તે ઘરે પરત ફરી ન હતી. આ પછી શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની લાશ અર્ધનગ્ન અવસ્થામાં ખેતરમાં મળી હતી.
મહિલાના ગળામાં તેનો દુપટ્ટો ફસાયેલો હતો. જેને જાેઈને લાગી રહ્યું હતું કે પહેલા તેની સાથે દુષ્કર્મ થયું છે અને પછી હત્યા કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે મૃતક મહિલા તેની પિતરાઇ ભાભી હતી. તેનો પિતરાઇ ભાઇ અને મહિલાનો જેઠ બન્ને હરિદ્વારમાં નોકરી કરી છે અને તે ઘરે એકલી રહેતી હતી. દોઢ વર્ષ પહેલા તેના ભાભી સાથે અવૈધ સંબંધ બંધાયા હતા અને ઘણી વખત બન્નેએ સંબંધ બનાવ્યો હતો.
જાેકે થોડાક દિવસોથી મહિલા તેનાથી દૂર થઇ ગઈ હતી. ઘટનાના એક દિવસ પછી દિયર પોતાના ત્રણ મિત્રો સાથે બેઠો હતો અને પોતાની ભાભી દૂર થઇ ગઇ છે તે વાત કહી હતી. ત્યારે મિત્રોએ આરોપીને તેની ભાભી સાથે તેમનું સેટિંગ કરી આપવાની વાત કરી હતી. આરોપી આ માટે તૈયાર થયો હતો. આરોપીએ પોતાની ભાભીને ત્રણ મિત્રો સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જ્યારે તે તૈયાર ના થઇ તો દિયરને લાગ્યું કે તેની બેઇજ્જતી થશે. જેથી આ ડરથી ચારેય દુપટ્ટાથી ગળુ દબાવી હત્યા કરી નાખી હતી.