Krishna Janmabhoomi Case: મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટથી પણ મળ્યો ઝટકો, ઈદગાહ પરિસરના સર્વે અંગે રાહત આપવાથી કર્યો ઈન્કાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

NATIONAL NEWS: કૃષ્ણ જન્મભૂમિ કેસની તાજેતરની અપડેટ અલ્હાબાદ હાઈકોર્ટે ગઈકાલે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની જાળવણી અને કોર્ટ કમિશનરને મોકલવા અંગેની અરજી પર ચુકાદો આપ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે અને સર્વે કરવાની મંજૂરી આપી છે. ત્યારે મસ્જિદ વ્યવસ્થા સમિતિએ આ મામલે વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેને લઈને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે.

SCએ એડવોકેટ સર્વે અંગે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે અને મુસ્લિમ પક્ષને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે. જ્યાં, ગઈકાલે જસ્ટિસ મયંક જૈનની ખંડપીઠે હિન્દુ પક્ષની અરજી પર સર્વેને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે બેન્ચ કુલ 18 સિવિલ સુટની સુનાવણી કરી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદના સર્વેને મંજૂરી આપી, કમિશનરની નિમણૂક કરાશે. જોકે, ASI સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે. આ બધું 18 ડિસેમ્બરે નક્કી થશે.

હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર

કોર્ટ કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મસ્જિદ વ્યવસ્થા સમિતિએ આ મામલે વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ ઉલ્લેખ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠ સમક્ષ કહ્યું કે, ગઈકાલે એટલે કે ગુરુવારે અચાનક આદેશ આપવામાં આવ્યો.

18 ડિસેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી

હાઈકોર્ટે કોર્ટ કમિશનરને સર્વે કરવાનો આદેશ આપી દીધો છે. મુસ્લિમ પક્ષે કહ્યું કે, 18 ડિસેમ્બરે હાઈકોર્ટ સર્વેની પદ્ધતિ નક્કી કરવા માટે સુનાવણી હાથ ધરશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો હાઈકોર્ટના આદેશને કારણે કોઈ સમસ્યા હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં આવી શકો છો. શિયાળાના વેકેશનમાં પણ સુપ્રીમ કોર્ટ આવી શકે છે.

તમારા ખિસ્સા થશે ખાલી.. આજથી SBI પાસેથી લોન લેવી પડશે મોંઘી, વ્યાજદરમાં ફરી એકવાર વધારો

રાજસ્થાન: ભજનલાલના શપથ ગ્રહણમાં નીતિન કાકાએ કોની સાથે મુલાકાત કરી કે ભૂપેન્દ્ર પટેલ પણ જોતા રહી ગયાં

“મામા તો મામા હૈ..” શિવરાજ મામાને જોઈ ભાવુક થઈ લાડલી બહેનાઓ, સાથે મામાની આંખમાં પણ નોધાર આસું, વીડિયો વાયરલ

ગઈકાલે મસ્જિદ કમિટીના વકીલે દલીલ કરી હતી કે જો અલ્હાબાદ હાઈકોર્ટના આ આદેશને પડકારતી અરજીની સુપ્રીમ કોર્ટમાં જલ્દી સુનાવણી નહીં થાય તો અન્ય પેન્ડિંગ અરજીઓ પર અસર થશે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટના 26 મેના આદેશને પડકારતી મેનેજમેન્ટ ટ્રસ્ટ શાહી મસ્જિદ ઈદગાહની સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે.


Share this Article