અત્યાર સુધીનો સૌથી મોટો અજુબો, ધરતી ફાટી અને કેટલીય છોકરીઓ જમીનમાં સમાઈ ગઈ, નાચતા નાચતા થઈ ગયો મોટો કાંડ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ક્યારેક આપણે એટલા ખુશ હોઈએ છિએ કે આનંદથી નાચવા લાગીએ છીએ. હાલમા એક વીડિયો સામે આવ્યો છે જે જોય પછી તમે ગમે તેવી ખુશી હોઈ પણ નાચીને કૂદાકા મારવાનુ નહી વિચારો. તમે પણ વિચારતા હશો કે આ વીડિયોમાં એવું શું છે? હાલમાં જ એક યુઝરે સોશિયલ મીડિયા પર 10 સેકન્ડનો વિચિત્ર વીડિયો પોસ્ટ કર્યો હતો, જે જોતા જ વાયરલ થઈ ગયો હતો.

આમાં કેટલીક યુવતીઓ એકસાથે ડાન્સ કરતી જોવા મળે છે પરંતુ આ યુવતીઓ સાથે 10 સેકન્ડમાં ભયંકર અકસ્માત થયો. આ વીડિયોમાં 5-6 છોકરીઓ બધું ભૂલીને ડાન્સ કરવામાં વ્યસ્ત છે અને પછી અચાનક જમીન ફાટી જાય છે. જોતા જ તે બધી જમીનની અંદર પડે છે. આ ઘટના નજીકમાં ઉભેલા તેના મિત્રના કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે. આ પછી ત્યાં ઉભેલા તમામ લોકો ગભરાઈ જાય છે અને છોકરીઓ તરફ ઝડપથી દોડે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો આવ્યા બાદ અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને હજુ પણ તેના પર વ્યૂઝ મેળવવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં સેંકડો લોકોએ કોમેન્ટ કરી છે અને તેને હજુ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો Reddit પર Humble Taylor નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

I’m just not going to Comment from WTF

કહેવામાં આવી રહ્યું છે કે છોકરીઓના ઝડપથી કૂદવાને કારણે ત્યાં પહેલાથી જ ગટરનું ઢાંકણ તૂટી ગયું અને બધી છોકરીઓ તેની અંદર પડી ગઈ. આશા છે કે, આ વિડિયો જોનારાઓ ભવિષ્યથી સજાગ રહેશે અને આમ ગમે ત્યાં કૂદવાનું અને નાચવાનું ટાળશે.


Share this Article