ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (ૈંમ્ત્નછ)ના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું કે, “સોનાના ભાવમાં જ્યારે ભારે વધારો થાય ત્યારે તેમાં રિસાઈક્લિંગ થતું હોય છે. લોકો સોનું વેચીને કેશ મેળવે છે અને તેની સામે નવા સોનાની ખરીદી ઘટે છે. કારણ કે લોકો જૂના સોનાની સામે ખરીદી કરે છે. કોવિડના કારણે ઘણા લોકોએ પોતાની જાેબ ગુમાવી હતી અને તેમની આવકના સ્રોત બંધ થઈ ગયા હતા. તેવામાં ઘણા લોકોએ ઘરની જરૂરિયાત પૂરી કરવા માટે પોતાનું સોનું વેચવાનો વારો આવ્યો હતો.
સોનાના ભાવ રૂ. ૫૦,૦૦૦ની ઉપર ચાલતા હતા અને તેના કારણે લોકોને સારું વળતર મળ્યું હતું.” વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ પ્રમાણે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગોલ્ડ રિસાઈક્લિંગમાં વધારો થયો છે અને ભારત અત્યારે ચોથા ક્રમે સૌથી વધારે સોનાને રિસાઈકલ કરતો દેશ છે. અમદાવાદ સ્થિત જ્વેલર્સે ઈન્ટરનલ ગોલ્ડના રિસાઈક્લિંગનું પ્રમાણ વધારી દીધું છે. એટલે કે તેઓ સોના પર નવી ડિઝાઈન ચઢાવતા નથી જેથી તેમને સોનું ખરીદવું પડતું નથી. અમદાવાદમાં ગોલ્ડ રિફાઈનરીધરાવતા નિશાંત સોની જણાવે છે કે, કોવિડ પછી સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
મોટી સંખ્યામાં લોકો નવી જ્વેલરી ખરીદવા માટે જૂના ઘરેણાને એક્સચેન્જ કરે છે. તેના કારણે રિસાઈક્લિંગમાં વધારો થયો છે. અમદાવાદમાં રોજના ૬૦થી ૭૦ કિલો જ્વેલરીને રિસાઈકલ કરવામાં આવે છે. જ્વેલર્સ પણ તહેવારોની અને લગ્નની સિઝન માટે નવા ઘરેણા બનાવવા ૪૦ ટકા જ્વેલરીને રિસાઈકલ કરે છે. શનિવારે અમદાવાદમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૫૩,૫૦૦ હતો. જ્વેલર્સ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ રોહિત ચોક્સીએ જણાવ્યું કે હાલમાં ગ્રાહકો દ્વારા ૨૫ ટકા ગોલ્ડ રિસાઈકલ કરાવવામાં આવે છે. અગાઉ આ પ્રમાણ ૧૦ ટકા હતું.