ભારતીય સેનાએ માનવતાનુ એક જબરદસ્ત ઉદાહરણ રજૂ કર્યુ છે. ભારતીય સેના સાથે એન્કાઉન્ટરમાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા પાક આતંકીનો જીવ બચાવવા માટે ભારતીય સેનાના જવાનોએ ત્રણ બોટલ લોહી આપ્યુ છે. એ પછી આ આતંકીનો જીવ બચી શક્યો હતો. જમ્મુના રાજાેરીના નૌશેરા સેક્ટરમાં રવિવારે એલઓસી ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને ભારતીય સેનાએ પડકાર્યા હતા.
તેમને પકડવા માટે જવાનોએ કરેલા ફાયરિંગમાં એક આતંકી ઘાયલ થઈને પકડાઈ ગયો હતો. તબરક હુસેન નામનો આતંકી પાક કબ્જા હેઠળના કાશ્મીરમાં સબ્જકોટ ગામનો રહેવાસી છે. આ આતંકી આત્મઘાતી હુમલો કરવા માટે ભારતમાં ઘૂસવાની ફીરાકમાં હતો. જે તે ના પકડાયો હોત તો કદાચ મોટા આતંકી હુમલાને તેણે અંજામ આપ્યો હોત. બ્રિગેડિય રાજીવ નાયરે કહ્યુ હતુ કે, આ આતંકીને ત્રણ ગોળીઓ વાગી હતી. તેની હાલત નાજુક બની ગઈ હતી. એ પછી જવાનોએ ત્રણ બોટલ લોહી આપ્યુ હતુ.
હાલમાં પણ આતંકવાદી તબરક હુસૈન આઈસીયુમાં છે. જાેકે તેને સાજા થતા હજી ઘણા દિવસો લાગશે. બ્રિગેડિયરે કહ્યુ હતુ કે, અમે એવુ નહોતહુ વિચાર્યુ કે તે આતંકી છે. અમે તો તમામને દર્દી ગણીને તેમનો જીવ બચાવીએ છે. ભારતીય સેનાની મહાનતા છે કે, જેણે પોતાનુ લોહી આપીને આતંકવાદીનો જીવ બચાવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આતંકી હુસેન બીજી વખત ઘૂસણખોરી કરતા પકડાયો છે. ૬ વર્ષ પહેલા તે પોતાના ભાઈ સાથે ભારતમાં ઘૂસણખોરી કરતા પકડાયો હતો. તે વખતે તેને ૨૬ મહિના જેલમાં રાખ્યા બાદ છોડી દેવાયો હતો.