રોડ પર અકસ્માતોનું જોખમ ઘટાડવા ભારત સરકારે ઉઠાવ્યું મોટું પગલું, માર્ચ 2025 સુધીમાં થશે પૂર્ણ આ કામ, જાણો વિગત

Desk Editor
By Desk Editor
Share this Article

India news: ભારત સરકાર નવા એક્સપ્રેસ વે અને હાઈવે બનાવીને દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી રહી છે. આ સાથે સરકારનું સંપૂર્ણ ધ્યાન હયાત હાઈવેના સમારકામ પર પણ છે. આ સંદર્ભમાં, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે માર્ચ 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 9,000 અકસ્માત-સંભવિત સ્થળો ફિક્સ કરવાનું પડકારજનક લક્ષ્ય નક્કી કર્યું છે. મંત્રાલયના સચિવ અનુરાગ જૈને બુધવારે આ માહિતી આપી હતી.

કેન્દ્ર સરકાર છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 4,000 ‘બ્લેક સ્પોટ’ સુધારવામાં આવ્યા, હાલમાં, 9,000 થી વધુ બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે. મંત્રાલયે દેશના તમામ બ્લેક સ્પોટ્સને ઠીક કરવા માટે માર્ચ 2025નો પડકારજનક લક્ષ્ય નક્કી કર્યો.

શું છે બ્લેક સ્પોટ જાણો?

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લગભગ 500 મીટરનો વિસ્તાર જ્યાં ત્રણ વર્ષના ગાળામાં ઓછામાં ઓછા પાંચ અકસ્માતો થયા છે, જેના પરિણામો ને કારણે 10 લોકો મૃત્યુ પામ્યા, તેને અકસ્માતો માટે નુ બ્લેક સ્પોટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યુ. ટૂંક સમયમાં જ ખાડાઓ અને રસ્તાઓની નબળી જાળવણી માટે સંબંધિત અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે અને તેમને જવાબદાર બનાવવામાં આવશે.

અગાઉ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેઓ માર્ગ અકસ્માતોને ઘટાડવાને ઉચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા અને થોડા સમયમા અકસ્માતોને ઘટાડવા ઉચ્ચ પગલા લેવામાં આવશે, અને આ સંદર્ભમાં, સરકારે રસ્તાઓ પરના “બ્લેક સ્પોટ” દૂર કરવા માટે લગભગ 40,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે.

શું વિપક્ષી મહાગઠબંધન તૂટવાની અણી પર છે? લાલુ યાદવની પુત્રીના પોસ્ટ બાદ બિહારમાં રાજકીય તોફાન, જાણો બિહારનું રાજકરણ

Breaking News: મમતા-ભગવંત માન બાદ નીતિશ કુમારની પણ કોંગ્રેસ પર નજર, નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા, જાણો કારણ

નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “સડક અકસ્માત ઘટાડવા માટે, બ્લેક સ્પોટ (અકસ્માતની સંભાવનાવાળી જગ્યાઓ) પર લગભગ ₹40,000 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. “અમે અકસ્માતથી પ્રભાવિત સાઇટ્સ પર કામ કરી રહ્યા છીએ અને ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”

 

 

 


Share this Article
TAGGED: