ભારતમાં અમીરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ફોર્બ્સની 2023 બિલિયોનેર્સની તાજેતરમાં જાહેર કરાયેલી યાદી અનુસાર, ભલે વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો થયો હોય, પરંતુ આ વર્ષે ભારતમાં 16 નવા અબજપતિઓનો જન્મ થયો છે. આ અમીર લોકો જેટલી પોતાની સંપત્તિને લઈને ચર્ચામાં રહે છે, તેટલા જ તેમના ઘર હેડલાઈન્સમાં રહે છે. અમે તમને ભારતના સૌથી મોંઘા 5 ઘરો અને તેમની ખાસિયતો વિશે જણાવી રહ્યા છીએ…
એન્ટિલિયા
દેશના સૌથી મોંઘા ઘરોની યાદીમાં એશિયાના નંબર વન અમીર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની એન્ટિલિયા ટોપ પર છે. આ 27 માળની ઈમારતની કિંમત લગભગ 12,000 કરોડ રૂપિયા છે. આમાં અંબાણી તેમના પરિવાર સાથે રહે છે. તેના છ માળ પર અંબાણી પરિવારના લક્ઝરી વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગ આપવામાં આવ્યું છે.
જેકે હાઉસ
ભારતનું બીજું સૌથી મોંઘું ઘર જેકે હાઉસ છે, જેમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા રહે છે. રેમન્ડ ગ્રુપના ચેરમેનની આ 30 માળની ઈમારતની કિંમત લગભગ 6,000 કરોડ રૂપિયા છે. તેમાં સ્વિમિંગ પૂલ, સ્પા, હેલિપેડ અને જિમ સહિત તમામ 5-સ્ટાર સુવિધાઓ છે.
એબોડ
દેશના સૌથી મોંઘા ઘરોની યાદીમાં અંબાણી પરિવારનું ઘર પણ ત્રીજા સ્થાને આવે છે. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની બિલ્ડિંગ એબોડ (અનિલ અંબાણીનું નિવાસસ્થાન) એ ભારતનું ત્રીજું સૌથી મોંઘું ઘર છે. તેની અંદાજિત કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. અનિલ અંબાણીના આ ભવ્ય નિવાસસ્થાન 17 માળની ઇમારત છે.
વૃંદાવન
મુકેશ અંબાણીના ખૂબ જ ખાસ અને જમણા હાથ ગણાતા મનોજ મોદી વિશે ઘણા લોકો બહુ ઓછા જાણતા હશે. પરંતુ તેઓ રિલાયન્સ ગ્રુપમાં લેવાયેલા દરેક મોટા નિર્ણયમાં સામેલ હોય છે. અંબાણીએ તેમને 22 માળની ઇમારત ભેટમાં આપી છે, જેની કિંમત લગભગ 15,00 કરોડ રૂપિયા છે. કિંમતની દૃષ્ટિએ તે દેશનું ચોથું સૌથી મોંઘું ઘર બની ગયું છે.
SBI બેન્કમાં જઈને આજે જ ખોલો બાળકનું આ ખાસ ખાતું, જીવનમાં ક્યારેય પૈસાની કમી જ નહીં રહે એની ગેરન્ટી
બાળકોને તમે પણ Bournvita પીવડાવતા હોય તો ચેતી જજો, નવો રિપોર્ટ જાણીને લાખો લોકોના હાજા ગગડી ગયાં
કરોડો લોકો માટે મોટા સમાચાર: 1 મેથી જૂના નિયમો બદલાશે! કોલ અને SMS અંગે લેવાયો સૌથી મોટો નિર્ણય
લિંકન હાઉસ
દેશમાં વેક્સીન કિંગ તરીકે ઓળખાતા સાયરસ પૂનાવાલા પણ સૌથી મોંઘા મકાન ધરાવતા અબજોપતિઓની યાદીમાં સામેલ છે. તેમનું લિંકન હાઉસ દેશમાં પાંચમું સૌથી મોંઘું છે, જે મુંબઈમાં જ આવેલું છે. અહેવાલો અનુસાર, લિંકન હાઉસની કિંમત લગભગ 750 કરોડ રૂપિયા છે.