Kupwara Encounter Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સેના અને સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને પોલીસે કુપવાડામાં તેમના સંયુક્ત ઓપરેશન દરમિયાન પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ (J&K પોલીસ)એ આ મોટી સફળતાની પુષ્ટિ કરી છે. કાશ્મીર પોલીસના એડીજીપીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને અહીં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પોલીસે એન્કાઉન્ટર શરૂ થયાની માહિતી આપી
આ આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરતા પહેલા કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું હતું કે કુપવાડા પોલીસના સ્પેશિયલ ઇનપુટ બાદ કુપવાડા જિલ્લામાં એલઓસીના જુમાગુંડ વિસ્તારમાં હલચલ જોવા મળી હતી. આ ટ્વિટમાં પોલીસે એન્કાઉન્ટર શરૂ થયાની માહિતી આપી હતી. ત્યારબાદ કહેવામાં આવ્યું કે સેના અને પોલીસની સંયુક્ત ટીમ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
ગુજરાત બાદ હવે રાજસ્થાનનો વારો, આજે મુશળધાર વરસાદ પડશે, બિપરજોયની નવીનતમ સ્થિતિ જાણી લોકો ફફડ્યાં
આતંકવાદીઓનો ખાત્મો ચાલુ
આ પહેલા 13 જૂનના રોજ કુપવાડા જિલ્લામાં જ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. કાશ્મીર ઝોન પોલીસે મંગળવારે તેના ટ્વિટમાં જણાવ્યું હતું કે જિલ્લાના ડોબનાર મચ્છલ વિસ્તારમાં (એલઓસી) સેના અને કુપવાડા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.