Politics News: પૂર્વ મંત્રી અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા જીતુ પટવારીને મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ કમલનાથનું સ્થાન લેશે. ગૃહમાં વિપક્ષના નેતાની ભૂમિકા હવે આદિવાસી નેતા અને ધારાસભ્ય ઉમંગ સિંઘર સંભાળશે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કારમી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ બદલવાની ચર્ચા ચાલી રહી હતી. હવે કોંગ્રેસમાં મોટો ફેરબદલ થયો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથની જગ્યાએ હવે જીતુ પટવારીને કમાન સોંપવામાં આવી છે. જ્યારે ઉમંગ સિંઘરને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.