લોક પત્રિકા સ્પેશિયલ: આજે એક એવી સંસ્થા સાથે તમને રૂબરુ કરાવવા છે કે જેઓ છેલ્લા 13 વર્ષથી દિવ્યાંગો માટે અને વૃદ્ધો માટે મોટો ટેકો બનીને કામ કરી રહ્યા છે. મુંબઈમા નંખાયેલા આ સંસ્થાના બીજ આજે એક વટવૃક્ષ બની ગયું છે અને ભારત સહિત વિદેશમાં પણ એમની સેવા આપી રહ્યા છે.
આ સંસ્થાનું નામ એટલે કે માયા કેર ફાઉન્ડેશન. છેલ્લા 13 વર્ષથી માયા કેર તમામ જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને તેમની ભાવનાત્મક-બૌદ્ધિક પરિવહન જરૂરિયાતો પૂરી કરવા માટે મફત સુવિધાઓ પૂરી પાડે છે જેથી તેઓ સુખી અને સ્વતંત્ર જીવન જીવી શકે. મંજરી જોશી અને અભય જોશીની આ પહેલની હાલમાં સમગ્ર વિશ્વમાં વખણાઈ રહી છે.
આ સેવા વિશે વિગતે વાત કરીએ તો વરિષ્ઠોને હોસ્પિટલમાં લઈ જવા, તેમને બેંકના કામમાં મદદ કરવી, સરકારી કામમાં મદદ કરવી, દુકાનોમાંથી દવાઓ લાવવા, બગીચામાં ફરવા લઈ જવા, તેમને વીડિયો કૉલ કરવામાં મદદ કરવી, તેમના માટે વાંચન-લેખન, મનોરંજક રમતો રમવી, અને તેમના માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવું. સહાય સ્વયંસેવકોની મદદથી સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવે છે. હાલમાં આ સંસ્થા ભારતના 66 શહેરોમાં અને યુકેના 5 શહેરોમાં કામ કરે છે.
દિવ્યાંગોને આપવામાં આવતી સેવા વિશે જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોલ્હાપુર, સાંગલી, સતારા, સોલાપુર, નાસિક, નાગપુર, ઔરંગાબાદ, અહેમદનગર, નંદુરબાર, અમરાવતી, જલગાંવ, પરભણી, ચંદ્રપુર, યવતમાલ, અકોલા, બુલધાના, વર્ધા, ધુલે, બીડ, જાલના, પુણે અને મુંબઈમાં 120 થી વધુ વિકલાંગ વ્યક્તિઓ (બિંદુ ગ્રુપ) તેમના ઘરે બેસીને કામ કરે છે.
જેના કારણે તેઓને રોજગારી પણ મળી રહી છે અને તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 15000થી વધુ વખત વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લેવામાં આવી છે અને એમને મદદ કરવામાં આવી છે.
આ સંસ્થાના ઉદેશ્ય વિશે જો વાત કરીએ તો વૃદ્ધોને તેમના પોતાના ઘરો અને નર્સિંગ હોમમાં સ્વતંત્ર, સુખી અને આરામદાયક જીવન જીવવા, સહાયિત જીવન જીવવા અને વિકલાંગોને તેમના પોતાના ઘરેથી કામ કરીને સ્વ-નિર્ભર ઉદ્યોગસાહસિક બનવા માટે સશક્તિકરણ કરવાનો છે. સંસ્થાનું કાર્ય હજુ પણ અનેક દિશામાં ચાલુ જ છે.
આ બેંકની ખુલી છૂટ, કહ્યું- અમે હજુ પણ અદાણીને જેટલી જોઈએ એટલી લોન આપશું, લાખો ગુજરાતીઓના ખાતા છે!
જો તમને આવી મદદની જરૂર હોય અથવા તમારા ફ્રી ટાઇમમાં સ્વયંસેવક તરીકે કામ કરવું હોય તો હેલ્પલાઇન 9552510400 /9552510411 પર સંપર્ક કરો અથવા www.mayacare.org વેબસાઇટની મુલાકાત લઈને પણ તમે સેવા આપી અને માંગી શકો છો. તો વળી આ મેઈલ [email protected] પર મેઇલ કરીને પણ સંસ્થા સાથે જોડાઈ શકો છો.