દેશમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. આ લિથિયમ ભંડારની પ્રથમ જગ્યા છે જેને રિયાસી જિલ્લામાં જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા ઓળખવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનો અને મોબાઇલ ફોન જેવા ઉપકરણોની બેટરીમાં વપરાતું લિથિયમ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. હવે રિયાસી જિલ્લામાં તેના ભંડારનો ઉપયોગ આયાત પરની દેશની નિર્ભરતા ઘટાડશે.
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં લિથિયમ ભંડાર મળ્યો
જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ પહેલીવાર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં 5.9 મિલિયન ટનના લિથિયમના અંદાજિત સંસાધનોની સ્થાપના કરી છે. લિથિયમ એ નોન-ફેરસ મેટલ છે જેનો ઉપયોગ મોબાઇલ ફોન, લેપટોપ, ડિજિટલ કેમેરા અને ઇલેક્ટ્રિક વાહનો માટે રિચાર્જેબલ બેટરીમાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ રમકડાં અને ઘડિયાળો માટે પણ થાય છે. હાલમાં ભારત લિથિયમ માટે સંપૂર્ણપણે અન્ય દેશો પર નિર્ભર છે.
ભારત લિથિયમ માટે સંપૂર્ણપણે અન્ય દેશો પર નિર્ભર
ખાણ સચિવ વિવેક ભારદ્વાજે કહ્યું, “દેશમાં પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં લિથિયમ ભંડારની શોધ કરવામાં આવી છે.” “મોબાઈલ ફોન હોય કે સોલાર પેનલ, દરેક જગ્યાએ ક્રિટિકલ મિનરલ્સની જરૂર હોય છે. દેશ માટે આત્મનિર્ભર બનવા માટે ક્રિટિકલ મિનરલ્સ શોધીને તેની પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે.” જો સોનાની આયાત ઘટશે તો આપણે આત્મનિર્ભર બનીશું. 62મી સેન્ટ્રલ જિયોલોજિકલ પ્રોગ્રામિંગ બોર્ડ (CGPB)ની બેઠક દરમિયાન લિથિયમ અને ગોલ્ડ સહિત 51 મિનરલ બ્લોક્સ પરનો અહેવાલ રાજ્ય સરકારોને સુપરત કરવામાં આવ્યો હતો.
દેશના 11 રાજ્યોમાં ખનિજ સંસાધનો જોવા મળે છે
ખાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ 51 મિનરલ બ્લોક્સમાંથી 5 બ્લોક સોના સાથે સંબંધિત છે. આ સિવાય પોટાશ, મોલિબડેનમ, બેઝ મેટલ્સ સાથે સંકળાયેલા છે.
આ રાશિઓ માટે ફેબ્રુઆરી મહિનો લોટરી લાગી હોય તેવો રહેશે, ગ્રહોની સ્થિતિ બદલાવાથી જીવન ખુશીઓથી છલકાશે
નોકરી-ધંધાના ટેન્શનથી પરેશાન છો? આ છોડને ઘરમાં લગાવો, દેવી લક્ષ્મીની કૃપાથી બધી સમસ્યાઓ થઈ જશે દૂર
આ ધાતુઓ 11 રાજ્યોના અલગ-અલગ જિલ્લાઓમાં મળી આવી છે. આ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર (UT), આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.