Politics News: ચૂંટણીમાં અનેક પ્રકારની વ્યવસ્થા કરવામં આવે છે. મતદારને ઉમેદવારનું નામ ઓળખવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ચૂંટણી ચિન્હ પર વધુ ભાર આપવામાં આવે છે. જો કે વિરોધ પક્ષો કે ઉમેદવારો યુક્તિ અજમાવી રહ્યા છે. જો સામે કોઈ મજબૂત ઉમેદવાર હોય તો તેના મતો ઓછા કરવા માટે એમના જ નામ ધરાવતા ઘણા ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવામાં આવે છે. મતદાન કરતી વખતે લોકોને એ સમજાતું નથી કે તેઓ ક્યા પક્ષના ઉમેદવારને મત આપી રહ્યા છે. એટલે ઈવીએમનું બટન દબાવવામાં પણ લોકો છેતરાઈ જતા હોય છે. આ બહુ જૂની વાર્તા નથી, પરંતુ 2014ની લોકસભા ચૂંટણીની એક રસપ્રદ કહાની છે. ઘણા ચંદુઓ એક લોકસભા સીટ પર ચૂંટણી લડવા મેદાન ઉતર્યા હતા.
ભાજપના ચંદુ લાલ સાહુ (ચંદુ ભૈયા) છત્તીસગઢની મહાસમુંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. વિપક્ષી નેતાઓએ મતદારોને ભ્રમિત કરવા માટે ઘણા ચંદુઓને મેદાને ઉતારી દીધા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે 10 ડમી ઉમેદવારો અલગ-અલગ ચૂંટણી ચિન્હો પર ઉભા હતા અને દરેકના નામ ચંદુ હતા. જો પ્રચાર થયો હોત તો ચારે બાજુથી અવાજો સંભળાયા હોત – ચંદુ ભૈયા જીતો, ચંદુ ભૈયાને મત આપો… પરંતુ કયો ચંદુ, કેટલા ચંદુ, મતદારોના મનમાં મૂંઝવણ જ ચાલતી રહી હતી.
મહાસમુંદ સીટ માટે કુલ 11 ચંદુલાલ સાહુઓ ઉભા હતા. બલૂન, સીલિંગ ફેન, બેટ, ઓટો રિક્ષા, બ્રેડ, ટીવી, બેટ્સમેન, બેલ્ટ, બ્લેકબોર્ડ અને બોટલ તેમના ચૂંટણી ચિન્હો હતા. 8 લોકોના નામ ચંદુલાલ સાહુ અને ત્રણ લોકોના નામ ચંદુરામ સાહુ હતા.
ભાજપ ટેન્શનમાં આવી ગયું
ભાજપના સાંસદ ચંદુલાલ સાહુ આટલા બધા ચંદુઓને જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા અને નારાજ થઈ ગયા. આ સીટ પરથી પૂર્વ સીએમ અજીત જોગી પણ ચૂંટણી લડી રહ્યા હતા. તેનો ઉપરનો હાથ મજબૂત માનવામાં આવતો હતો. જોકે, 2014માં આ ચૂંટણીમાં ભાજપના ચંદુલાલ સાહુએ જીત મેળવી હતી.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
કોને કેટલા મત મળ્યા?
બીજેપી ચંદુલાલ સાહુને-5,03,514 વોટ
કોંગ્રેસ અજીત જોગી-5,02,297
અપક્ષ ચંદુલાલ સાહુ-20,255
અપક્ષ ચંદુલાલ સાહુ-12,308
અપક્ષ ચંદુલાલ સાહુ-10,797