LPG gas cylinder in Rs 450: તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓ માટે સબસિડીની રકમ 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા પ્રતિ LPG સિલિન્ડર કરી છે. આ પછી, ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને 603 રૂપિયા થઈ ગઈ. જો કે દેશમાં હવે ઘણા લોકોને 450 રૂપિયામાં સિલિન્ડર મળી રહ્યા છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી ‘સિલિન્ડર રિફિલિંગ સ્કીમ’ની જાહેરાત કરી છે, જે હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને મુખ્ય મંત્રી લાડલી બહેના યોજનાના તમામ લાભાર્થીઓને 1 સપ્ટેમ્બરથી 450 રૂપિયા પ્રતિ મહિને ઘરેલુ LPG સિલિન્ડર મળશે.
મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, દરેક મહિલા જે મુખ્યમંત્રી લાડલી બેહના યોજના અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે તેણે ગેસ કનેક્શન આઈડી અને સમગ્ર આઈડી જેવી માહિતી સાબિત કરીને સરકારી પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે.
નવરાત્રિના પહેલા જ દિવસે આ 3 કલાક રહેશે અતિ અશુભ, જોજો થાપ ન ખાઈ જતાં, જાણો ઘટસ્થાપનનો સાચો સમય
નવરાત્રિના આ 3 યોગ ખોલશે લોકોની કિસ્મતના તાળા, મા દુર્ગા વરસાવશે અપાર ધન, તિજોરીમાં જગ્યા ઓછી પડશે
સબસિડી કેવી રીતે મેળવવી
લાભાર્થીઓએ બજાર કિંમતે ઘરેલું ગેસ સિલિન્ડર ખરીદવા પડશે, જ્યારે મધ્યપ્રદેશ સરકાર સબસિડીની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં આપશે. જો કે, પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના કિસ્સામાં સરકાર સબસિડીની(Subsidy) રકમ તેલ કંપનીઓને ટ્રાન્સફર કરશે, જેઓ પછી લાભાર્થીઓના ખાતામાં રકમ ટ્રાન્સફર કરશે.