મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પડી ગઇ છે હવે ભાજપ સરકાર બનાવી શકે છે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે , દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે મળીને આગળનું પગલું લેશે. એટલું જ નહીં, મુંબઈ ભાજપે ટ્વિટ કરીને કહ્યું કે, ‘આ માત્ર એક ઝાંખી છે, મુંબઈ મહાનગરપાલિકા હજુ આવવાની બાકી છે.’
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર વળાંક આવ્યો છે. ફ્લોર ટેસ્ટ પહેલા બુધવારે મોડી રાત્રે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આ પછી એવી અટકળો ચાલી રહી છે કે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવી શકે છે. કારણ કે ઉદ્ધવના રાજીનામા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ ગુરુવારે રાજ્યમાં રાજકીય ઘટનાક્રમ અંગે તેમના આગામી પગલા વિશે માહિતી આપશે.