Pankaja Munde News: ભાજપના નેતા પંકજા મુંડેને (Pankaja Munde) ટિકિટ ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. પંકજા મુંડેએ સ્પષ્ટ કરી દીધું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં તેમને ટિકિટ ન આપવી એ કોઈ પણ રાજકીય પક્ષ માટે સારો નિર્ણય નહીં હોય. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી પંકજા મુંડેએ કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી હતી. એક સવાલના જવાબમાં પંકજા મુંડેએ કહ્યું કે, “મારી પાર્ટી મને ચૂંટણીમાં કેમ નહીં ઉતારે? વિધાનસભાની ચૂંટણીમાં મારા જેવા ઉમેદવારને ટિકિટ ન આપવી એ કોઈ પણ પક્ષ માટે સારો નિર્ણય નહીં હોય. જો તેઓ આવો નિર્ણય લેશે તો તેમણે લોકોના સવાલોના જવાબ આપવા પડશે.
પંકજા મુંડે ક્યાંથી ચૂંટણી લડવા માંગે છે?
2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતા પંકજા મુંડેને પરલી વિધાનસભા સીટથી તેમના પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડેએ હરાવ્યા હતા. આ દરમિયાન પંકજા મુંડેએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાના માટે નવા મતવિસ્તારની શોધમાં નથી. તેઓ પરલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના મૂડમાં છે.
શું પંકજા મુંડે તેની બહેનનું સ્થાન લેશે?
એટલું જ નહીં પંકજા મુંડેએ પોતાની બહેન અને સાંસદ પ્રીતમ મુંડેને રિપ્લેસ કરવાની શક્યતાને પણ નકારી કાઢી હતી. પંકજાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે પોતાની બહેનની જગ્યાએ લોકસભા ચૂંટણી નહીં લડે. તેઓ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે જો કોઇ પાર્ટી તેમને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કરશે તો તે નિર્ણય ખોટો હશે.
વરસાદને લઇને હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે
સુખ અને સંપત્તિનો વરસાદ કરશે ગુરુવારના આ પાંચ ઉપાયો, ભગવાન વિષ્ણુ તમારાં બધા જ દુઃખ હરી લેશે
SBI માં બહાર પડી હજારો નોકરીઓ, તમે પણ ફટાફટ અરજી કરી દો, ૧૩ લાખ રૂપિયા પગાર મળશે, જાણો સારા સમાચાર
પિતરાઇ ભાઇએ હરાવ્યો હતો
નોંધપાત્ર વાત એ છે કે, ધનંજય મુંડે હાલ શરદ પવાર સામે બળવો પોકારનાર અજિત પવાર જૂથ સાથે છે. ધનંજય મુંડે હાલ શિંદે સરકારમાં મંત્રી છે. 2019ની ચૂંટણીમાં તેમણે પોતાની પિતરાઈ બહેન પંકજા મુંડેને હરાવી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં પરલી બેઠક પરથી પંકાન્જા મુંડેને 91 હજાર 413 મત મળ્યા હતા, જ્યારે ધનંજય મુંડેને 1 લાખ 22 હજાર 114 મત મળ્યા હતા. આ સાથે જ પંકજા મુંડેએ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ધનંજય મુંડેને હરાવ્યા હતા.