SBI PO Application 2023 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં (State Bank of India) પીઓની ૨૦૦૦ ખાલી જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે એસબીઆઇની વેબસાઇટ sbi.co.in જઇને અરજી કરવાની રહેશે. એસબીઆઈએ હવે નોટિસ જારી કરીને જણાવ્યું છે કે ઓનલાઈન અરજી (Online application) કરવાની છેલ્લી તારીખ 3 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે. એસબીઆઈએ ૬ સપ્ટેમ્બરના રોજ પીઓ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
એસબીઆઈમાં પીઓના પદ પર ભરતી માટે વયમર્યાદા 21થી 30 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ મળશે. પીઓ ભરતી પરીક્ષા માટે જનરલ/ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે અરજી ફી 750 રૂપિયા છે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે અરજી મફત છે.
એસબીઆઈ પીઓ ભરતી માટે લાયકાતના માપદંડ
એસબીઆઈ પીઓ ભરતી 2023 માટે, કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું જરૂરી છે.
પીઓ પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા
એસબીઆઈમાં પીઓના પદ પર ભરતી માટે ચાર તબક્કાની પરીક્ષા હશે. સૌથી પહેલા પ્રીલિમ્સ પરીક્ષા થશે. આ પછી મુખ્ય અને પછી સાયકોમેટ્રિક પરીક્ષણ અને આખરે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
માહિતી કચેરી પાલનપુરની સેવાને સો સો સલામ: ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીને છાતીમાં દુ:ખાવો ઉપડતા….
‘મારા નામે એકપણ ઘર નથી, પણ દેશની દીકરીઓને મે…’ ગુજરાતમાં PM મોદીએ વિપક્ષને ઝાટકી નાખ્યાં
એસબીઆઈ પીઓ પગાર
એસબીઆઈમાં પીઓ એટલે કે પ્રોબેશનરી ઓફિસરનો પગાર 41,960 / – (ચાર એડવાન્સ ઇન્ક્રીમેન્ટ સાથે) રહેશે. પગારનું પગાર ધોરણ F 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 અને ગ્રેડ સ્કેલ I હશે. પીઓની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારો ડીએચ, એચઆરએ/ લીઝ રેન્ટલ, સીસીએ, મેડિકલ અને અન્ય ભથ્થાં માટે પણ પાત્ર રહેશે. સીટીસીની વાત કરીએ તો આ પોસ્ટિંગ લોકેશન સહિત અન્ય વસ્તુઓના આધારે 8 લાખ 20 હજારથી 13 લાખ 8 હજાર વચ્ચે હશે.