મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહના ઘરને ટોળાએ આગ ચાંપી દીધી હતી. સોશિયલ મીડિયા પર આગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બધુ રાખની જેમ દેખાઈ રહ્યું છે. હજારો બદમાશોએ તેના ઘરમાં તોડફોડ કરી અને બાદમાં ઘરને આગ ચાંપી દીધી. જો કે જે સમયે આ ઘટના બની તે સમયે તે તેના ઘરે ન હતા. મૈતી સમાજને એસટીનો દરજ્જો આપવાના આદેશ બાદ કુકી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. ઉપદ્રવીઓએ મંત્રીના આવાસના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો.
#WATCH | Manipur: A mob torched Union Minister of State for External Affairs RK Ranjan Singh's residence at Kongba in Imphal on Thursday late night. https://t.co/zItifvGwoG pic.twitter.com/LWAWiJnRwc
— ANI (@ANI) June 16, 2023
ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે અચાનક એક ટોળું આવ્યું અને મંત્રી રંજન સિંહના ઘરે બળજબરીથી ઘૂસી ગયું. તેમની મિલકતને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. ગેટ પર તૈનાત હાઉસ ગાર્ડ પણ ભીડને રોકી શક્યા ન હતા. દરમિયાન તેના પર હુમલો કરીને આગ ચાંપી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંત્રીના આવાસ પર હાજર એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું કે હુમલા દરમિયાન ટોળાએ અમારા પર ચારે બાજુથી પેટ્રોલ ફેંક્યું. ભીડ ભારે હતી. આથી કાબૂ મેળવી શકાયો ન હતો.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બદમાશોએ ખતરનાક રીતે ઘરમાં આગ લગાવી દીધી હતી. વિદેશ મંત્રી રાજકુમાર રંજન સિંહે જણાવ્યું કે હું હાલમાં સત્તાવાર કામ માટે કેરળમાં છું. સદનસીબે ગઈકાલે રાત્રે મારા ઈમ્ફાલના ઘરે કોઈને ઈજા થઈ ન હતી. બદમાશ પેટ્રોલ લાવ્યા હતા. વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું કે મારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળને નુકસાન થયું છે. બુધવારે, ખામેનલોક વિસ્તારના એક ગામમાં શંકાસ્પદ બદમાશો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા.
આ પણ વાંચો
ગુજરાત બાદ હવે રાજસ્થાનનો વારો, આજે મુશળધાર વરસાદ પડશે, બિપરજોયની નવીનતમ સ્થિતિ જાણી લોકો ફફડ્યાં
લગભગ એક મહિના પહેલા મણિપુરમાં મૈતી અને કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. તે જ સમયે, રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મણિપુરને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની મૈતી સમુદાયની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યા બાદ 3 મેના રોજ પ્રથમ અથડામણ થઈ હતી. એક દિવસ પહેલા, મણિપુર સરકારના મંત્રી નેમચા કિપગેનના ઘરે ઇમ્ફાલમાં આગ લાગી હતી.