રાજકારણીઓના પુત્ર-પુત્રીઓ સત્તાનો દુરુપયોગ કરતા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. હવે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટકના બીજેપી ધારાસભ્ય અરવિંદ લિમ્બાવલીની પુત્રી રેણુકા લિમ્બાવલી પર ગુરુવારે બેંગલુરુ શહેરમાં ઓવરસ્પીડિંગ માટે દંડ ફટકાર્યા બાદ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન ધારાસભ્યની પુત્રીએ પોલીસકર્મીઓ સાથે ઝઘડો પણ કર્યો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે તે એક મિત્ર સાથે ગાડી ચલાવી રહી હતી. ટ્રાફિક પોલીસે સફેદ રંગની BMW કારને ઓવરસ્પીડિંગ માટે રોકી હતી. નારાજ થઈને કાર ચલાવતી મહિલા કારમાંથી બહાર આવી અને પોલીસ સાથે દલીલ કરવા લાગી. આ દરમિયાન તેણે કહ્યું કે તે ધારાસભ્ય અરવિંદ લિંબાવલીની પુત્રી છે અને પોલીસને વાહન છોડવાની સૂચના આપી. આ સાથે ધારાસભ્યની પુત્રીએ ત્યાં હાજર મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરી.
આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં મહિલાને એમ કહેતી સાંભળી શકાય છે કે, ‘તમે ACPના વાહનને ઓવરટેક કરવાનો કેસ નોંધી રહ્યાં છો. આ ધારાસભ્યનું વાહન છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ MLAનું વાહન છે. મેં મારું વાહન ઉતાવળમાં ચલાવ્યું નથી. જો કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે બાદ ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલીએ આ ઘટના પર માફી માંગી છે.
આ દરમિયાન તેમણે કહ્યું કે ‘જો મારી દીકરીના વર્તનથી કોઈ નારાજ થયું હોય તો હું માફી માંગુ છું.’આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે કાર રેણુકાના મિત્ર ચલાવી રહ્યા હતા. તે બેફામ ડ્રાઇવિંગનો મામલો હતો. તેણી (ધારાસભ્ય અરવિંદ લિંબાવલીની પુત્રી)ને પોલીસે અટકાવી હતી. તેનો મિત્ર કાર ચલાવતો હતો, તેઓએ દંડ ચૂકવ્યો અને ચાલ્યા ગયા. અરવિંદ લિમ્બાવલી બેંગલુરુના મહાદેવપુરા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય છે. તેઓ 2021 સુધી બીએસ યેદિયુરપ્પાની કેબિનેટમાં વન રાજ્ય મંત્રી અને કન્નડ અને સંસ્કૃતિ મંત્રી હતા.