યમુના અને ઘગ્ગર નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી અને હરિયાણાના મોટા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હરિયાણાના એક ગામમાં પૂરની સમીક્ષા કરવા આવેલા જેજેપી ધારાસભ્ય ઈશ્વર સિંહને એક મહિલાએ થપ્પડ મારી હતી. ધારાસભ્ય ઈશ્વર સિંહ બુધવારે કૈથલ જિલ્લાના એક ગામમાં પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા તેને થપ્પડ માર્યા બાદ તેની સાથે ખરાબ વર્તન પણ કરી રહી છે. મહિલાને એમ કહેતી સાંભળી શકાય છે કે ‘તમે હવે કેમ આવ્યા છો?’
#WATCH | Haryana: In a viral video, a flood victim can be seen slapping JJP (Jannayak Janta Party) MLA Ishwar Singh in Guhla as he visited the flood affected areas
"Why have you come now?", asks the flood victim pic.twitter.com/NVQmdjYFb0
— ANI (@ANI) July 12, 2023
મહિલાને થપ્પડ માર્યા બાદ તેની સાથે રહેલા સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સાથે જ ગામના લોકોએ પણ મહિલાના આ કૃત્યની નિંદા કરી છે. ઇશ્વર સિંહે કહ્યું, મહિલાએ મારા પર હાથ ઉઠાવ્યો. તે એકદમ ત્રાસ હતો. આ અંગે અમે ફરિયાદ નોંધાવી છે. આ પ્રકારની કાર્યવાહી યોગ્ય નથી.
ઈશ્વર સિંહના જણાવ્યા અનુસાર, તેઓ ગુહલા ચીકા વિધાનસભા મતવિસ્તારના પૂર પ્રભાવિત ભાટિયા ગામમાં પહોંચ્યા હતા. અહીના ઘગ્ગરના પાણીના સ્તરમાં વધારો થતા ગામમાં પાણી ભરાઈ ગયા છે. તેમણે કહ્યું કે ગામડાઓ અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. આમાં ધારાસભ્યનો શું વાંક? છતાં પણ એમણે મહિલાને માફ કરી દીધી છે.
તેમણે કહ્યું કે ગામલોકો કહે છે કે બંધ યોગ્ય રીતે બાંધવો જોઈએ. જણાવી દઈએ કે 75 વર્ષીય ઈશ્વર સિંહ રાજ્યસભાના પૂર્વ સભ્ય છે. તેઓ SC નેશનલ કમિશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
ગુજરાત-મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું, પશ્ચિમ બંગાળમાં ભાવ વધ્યા, જાણો નવા આજના ભાવ
જણાવી દઈએ કે હરિયાણામાં ભાજપ અને જેજેપીની સરકાર છે. ભૂતકાળમાં પડેલા ભારે વરસાદ બાદ ચીકા વિસ્તારમાં આવેલી ઘગ્ગર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બીજી તરફ પંજાબની સરહદ પર ઘગ્ગર નદીનો બંધ તુટી ગયો છે. ગામમાં મહિલાઓએ ઈશ્વરસિંહનો વિરોધ કર્યો હતો. ઈશ્વરસિંહે કહ્યું કે ગામમાં પ્રવર્તતી પરિસ્થિતિ પર ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ કુદરતી આફત પર કોઈ ભાર મૂકી શકે નહીં.