MSRTC Bus Video Viral: મહારાષ્ટ્રની બેદરકારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા એક વીડિયોમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની એક બસ રસ્તા પર તૂટેલી છત સાથે રસ્તા પર દોડતી જોવા મળી રહી છે. સાથે જ મામલો સામે આવ્યા બાદ અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે અને એક કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે. એમએસઆરટીસીના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શેખર ચન્નેએ જણાવ્યું હતું કે બસ ગડચિરોલી જિલ્લાના આહેરી ડેપોની છે. આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Shocking! Maharashtra State Road Transport Corp. (MSRTC) bus runs with a broken roof!#MumbaiRains #BaarishAaGayiHai #BarishAaGayiHai #WorldCup2023 pic.twitter.com/x96BpuxAFF
— Voice of Mumbai (@GreaterMumbai) July 26, 2023
ગડચિરોલીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના એક અધિકારીને બસની નબળી જાળવણી માટે જવાબદાર હોવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું. આ બસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. તે ગઢચિરોલી-આહેરી રોડ પર ચાલી રહી હતી. તેમણે કહ્યું કે વાહનની આખી છત બહાર આવી નથી. પરંતુ બસ હાઇવે પર હતી ત્યારે ડ્રાઇવરની કેબિનની ઉપરનો બહારનો ફાઇબરનો ભાગ તૂટીને હવામાં લટકતો હતો.
તેમણે વધુમાં માહિતી આપી હતી કે મુસાફરોની કેબિનની ઉપર એલ્યુમિનિયમની છતનો બાહ્ય ભાગ અને આખી બસની છતનું આંતરિક પડ સંપૂર્ણ સ્થિતિમાં હતું. બસના ક્રૂ અને મુસાફરોને તૂટેલી છત વિશે જાણ નહોતી. રસ્તામાં લોકોએ ક્રૂ મેમ્બર્સને જાણ કરી હતી. આ દરમિયાન કોઈએ રસ્તા પર ચાલતો વીડિયો બનાવી લીધો, જે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે.
વડોદરામાં દશામા મહોત્સવ દરમિયાન દુર્ઘટના : મહી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે 5 યુવકો ડૂબી જવાથી મોત
અમદાવાદમા તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત! નબીરાએ BMW થી સર્જ્યો અકસ્માત
એમએસઆરટીસીના વડામથકે તમામ 250 ડેપોને પણ સૂચના આપી છે કે જો કોઈ બસમાં કોઈ ટેકનિકલ ખામી હોય અથવા તો તેને કોઈ ક્ષતિગ્રસ્ત હાલતમાં હોય અથવા તાત્કાલિક સમારકામની જરૂર હોય, તો તેને ડેપોની બહાર ન લઈ જવી જોઈએ અને આવી બસોમાં કોઈ મુસાફરને બેસાડવામાં ન આવે.