સમુદ્રી સુરક્ષામાં વધારો થશે, ચીન નજર ફેરવશે તો પણ ખબર પડી જશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સ્વદેશી મોરચા પર તૈયાર થયેલા ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. જેનો સીધો ફાયદો હવે દેશની સેનાને પણ થઈ રહ્યો છે. મિસાઈલ્સ અને વિમાન ક્ષેત્રે આત્મનિર્ભર થયા બાદ હવે નેવીના ક્ષેત્રમાં પણ સરકારનો અભિગમ કામ કરી રહ્યો છે. સ્વદેશી સેક્ટરમાંથી તૈયાર થયેલું નેવીનું નવું જહાંજ દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે. આશરે 40,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું બીજું વિમાનવાહક જહાંજ સૈન્યની સર્વિસમાં જોડાવવા જઈ રહ્યું છે. જે માટે સરકારી પ્રક્રિયાઓ પૂરી થવામાં છે.

સરકાર સમુદ્રી સુરક્ષાને વધારે મજબુત કરવા માટે એક મોટું પગલું ભરવા માટે જઈ રહી છે. જેમાં હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રને સીધો ફાયદો થવાનો છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાંથી ચીનની થતી ઘુસણખોરીએ સરકારની ચિંતા વધારી દીધી છે. એક રીપોર્ટ અનુસાર રક્ષા મંત્રાલયે મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા એક પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી શકે છે. મેગા ખરીદીના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરીને આ પ્રોજેક્ટ પર પૂરતું ધ્યાન અપાશે. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષા વાળી બેઠકમાં આ અંગે એક મોટો નિર્ણય આવી શકે.

નૌકાદળ 45,000 ટનના વિસ્થાપન સાથે IAC-II માટે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. જેની કિંમત અંદાજિત વિશિષ્ટતાઓ સાથે અંદાજે 40,000 કરોડ રૂપિયા જેટલી છે. ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત (IAC I) સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાર્યરત કરવામાં આવ્યું હતું. ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયની મુખ્ય સંસ્થા ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ બોર્ડ (ડીપીબી) એ મહત્વાકાંક્ષી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જે બીજા સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરને હસ્તગત કરવાની સરકારની તૈયારી દર્શાવે છે. IAC II. થી જાણવામાં આવશે. આ મેગા પ્રોક્યોરમેન્ટ પ્રપોઝલ ટૂંક સમયમાં જ સંરક્ષણ મંત્રાલયની પ્રાપ્તિ પર DAC સમક્ષ મૂકવામાં આવશે. જોકે, તેજસ પછી આ પ્રોજેક્ટને સૌથી મોટો અને મહત્ત્વનો માનવામાં આવે છે.


Share this Article