World News: નવા નોસ્ટ્રાડેમસ તરીકે ઓળખાતા ક્રેગ હેમિલ્ટન-પાર્કરે 2024માં થનારી ઘટનાઓ અંગે નવી આગાહી કરી છે. તેણે એક શ્રેણી જારી કરી છે અને કહ્યું છે કે ભારત વર્ષ 2024માં રશિયા સાથેના સંબંધો ખતમ કરી શકે છે. પીએમ મોદી ફરીથી દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાશે. ક્રેગ હેમિલ્ટને વિશ્વના ઘણા દેશોમાં સાયબર હુમલાથી લઈને પુતિનના નિધન સુધીની દરેક બાબતની આગાહી કરી છે. તેમણે 2024માં કુદરતી આફતો આવવાની પણ આગાહી કરી છે.
2024 આગાહી શ્રેણી
‘પ્રોફેટ ઓફ ડૂમ’ તરીકે ઓળખાતા વિખ્યાત 2024માં થનારી ઘટનાઓની સમગ્ર શ્રેણી બહાર પાડી છે. તેમણે કહ્યું છે કે ભારત અને રશિયાની મિત્રતાનો અંત આવશે. રશિયા અને ચીન વચ્ચે ગઠબંધન થશે, ઘણા દેશોમાં મોટા સાયબર હુમલા થશે. ભૂકંપ પણ થશે. સાઉથમ્પટનના 69 વર્ષીય આધ્યાત્મિક પુરુષ ક્રેગ હેમિલ્ટન-પાર્કરે કહ્યું છે કે અમેરિકા અને ઈટાલીમાં પણ ઘણું થવાનું છે. અગાઉ પાર્કરે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા અને ક્વીન એલિઝાબેથના મૃત્યુની પણ સચોટ ભવિષ્યવાણી કરી હતી. આ મામલે તેમનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો છે.
2024માં શું થવાનું છે
તાજેતરની આગાહીઓની શ્રેણીમાં નવા નોસ્ટ્રાડેમસ તરીકે ઓળખાતા ક્રેગે બે કલાકનો યુટ્યુબ વીડિયો બહાર પાડ્યો છે. તે આગામી 12 મહિનાની અપેક્ષાઓ દર્શાવે છે. આ આગાહીઓમાં લંડન અને યુરોપમાં પૂર, ઓસ્ટ્રેલિયામાં નવો રોગચાળો અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનું મૃત્યુ સામેલ છે.
35 ટન વજનની સબમરીન, 30 લોકો એકસાથે બેસશે; હવે દરિયાના 300 ફૂટ નીચે ડૂબી ગયેલી દ્વારકાના દર્શન થશે
અંબાલાલે 2023ના છેલ્લા અઠવાડિયા માટે કરી ઘાતક આગાહી, ગુજરાતીઓ હવે હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો!
ક્લિપની શરૂઆતમાં ક્રેગ કહે છે કે આ આગાહીઓ 2024 માટે છે પરંતુ તેની અસર 2026 સુધી દેખાશે. તેણે વિશ્વના ઘણા દેશોમાં સાયબર હુમલાથી લઈને નવી કુદરતી આફતો સુધીની દરેક બાબતની આગાહી કરી છે.