એક સમયે સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરતા નીતા અંબાણી આજે જીવે છે લકઝરી જીવન, 3 લાખની ચાથી તો સવાર થાય છે!

Lok Patrika
Lok Patrika
4 Min Read
Share this Article

ભારતમાં જ્યારે પણ અમીર લોકોની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું આવે છે. આજે અમે અહીં તેમની પત્ની નીતા અંબાણીની વાત કરી રહ્યા છીએ. નીતા અંબાણીને ખૂબ જ વૈભવી જીવન જીવવું ગમે છે. ઘણીવાર તમે જોયું હશે કે મુકેશ અંબાણી જ્યારે કોઈ પણ પાર્ટી કે ઈવેન્ટમાં જાય છે ત્યારે ખૂબ જ સિમ્પલ રહેવાનું પસંદ કરે છે જ્યારે નીતા અંબાણી સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

મુકેશ અંબાણીની પત્ની અને ઉદ્યોગપતિ નીતા અંબાણીનો જન્મ 1 નવેમ્બર 1963ના રોજ મુંબઈમાં એક મધ્યમ વર્ગના ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રવિન્દ્રભાઈ દલાલ અને માતાનું નામ પૂર્ણિમા દલાલ હતું. નીતાએ નરસી મોંજી કોલેજમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. નીતા નાની ઉંમરે વ્યાવસાયિક ભરતનાટ્યમ કલાકાર બની ગઈ હતી.

નીતા એક સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત મુકેશ અંબાણી સાથે થઈ હતી. ધીમે-ધીમે આ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. વર્ષ 1985માં બંનેએ બધાની સહમતિથી લગ્ન કર્યા હતા.

મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકો આકાશ, અનંત અને ઈશા અંબાણી છે. આજે નીતા તેના પતિનો બિઝનેસ ખૂબ સારી રીતે સંભાળી રહી છે. આ સિવાય તે ઘણી એનજીઓ સાથે પણ નજીકથી કામ કરી રહી છે.

નીતા અંબાણીને મોંઘા કપડાં, જ્વેલરી, બ્રાન્ડેડ હેન્ડ બેગ અને ફૂટવેર પસંદ છે. જૂતા, લિપસ્ટિક અને મેકઅપ જેવી વસ્તુઓની પણ લાંબી યાદી છે. નીતાના કપડાં અને હેન્ડબેગ જ નહીં, તેની લિપસ્ટિક પણ ખાસ ઓર્ડર પર બનાવવામાં આવે છે જેની કિંમત 40 લાખ રૂપિયાથી શરૂ થાય છે. એટલું જ નહીં તેમની પાસે દરેક આઉટફિટ માટે મેચિંગ સેન્ડલ પણ છે, જેની કિંમત તમારા હોશ ઉડાવી દેશે. સેન લોરોનનીતા અંબાણીની ફેવરિટ બ્રાન્ડ છે.

ઈશા અંબાણી પીરામલનું ફેન પેજ નીતા અંબાણીની હીલ્સના કલેક્શન વિશે માહિતી આપે છે. નીતા અંબાણીને બ્રાન્ડેડ ઘડિયાળો અને બેગ પસંદ છે. તેમની ઘડિયાળો અને બેગના સંગ્રહમાં Bulgari, Cartier, Rado, Gucciની ઘડિયાળો અને ચેનલ અને Jimmy Choo, Carey Calvin જેવી બ્રાન્ડની હેન્ડબેગનો સમાવેશ થાય છે.

નીતાના દિવસની શરૂઆત સાદી ચાથી થાય છે જે હેલ્થ ટી હોય છે જેની કિંમત 3 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. તેણીએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરીટેકના કપમાં ચા પીવે છે જે સોનાથી જડેલી છે.

તેની પાસે ઘણી મોંઘી અને લક્ઝરી કારોનું કલેક્શન છે. આજના સમયમાં 230 કરોડ રૂપિયાના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરનાર નીતા અંબાણી એક સમયે બસમાં મુસાફરી કરતા હતા.

મુકેશ અંબાણીએ નીતાને તેમના 44માં જન્મદિવસ પર કસ્ટમ ફિટિંગ એરબસ-319 લક્ઝરી પ્રાઈવેટ જેટ આપ્યું હતું. આ પ્રાઈવેટ જેટમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક અને પ્રમુખ છે.

નીતા અંબાણીએ કાંચીપુરમની શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટ ટીમના કો-ફાઉન્ડર પણ છે. નીતા અંબાણી પતિ અને બાળકો સાથે મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર દક્ષિણ મુંબઈમાં રહે છે. તેમના બંગલાનું નામ એન્ટિલિયા છે. 27 માળના આ બંગલામાં ઘણા લક્ઝુરિયસ બેડરૂમ અને હોલ છે.


Share this Article