રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધમાં ૨૦ હજારથી વધુ સ્મ્મ્જી ના ફસ્ટ ઈયરના સ્ટુડન્ટ અટવાયા છે. નવી ગાઈડલાઈન મુજબ યુનિવર્સિટી ટ્રાન્સફર આપવાની ના પાડી છે. જાેકે ભારત સરકારની ૧૮ ઓગસ્ટના રોજ નવી ગાઈડલાઈન સુધારવા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવ્યું છે. ભારતીય મૂળના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરવા ગયા હતા. જેમાં ખાસ કરીને એમબીબીએસના વિદ્યાર્થીઓ વધુ હતા.
ચાલુ વર્ષે યુક્રેન ઉપર રશિયાએ યુદ્ધ છેડતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ દેશમાં પરત લાવવામાં આવ્યા હતા. યુદ્ધને ૬ માસ ઉપર સમય વિતી ગયો છે, છતાં યુદ્ધ બંધ થયુ નથી. ત્યારે ૬ માસથી વિદ્યાર્થીઓ અટવાયા છે. ભારતીય મૂળના સ્મ્મ્જી ના વિદ્યાર્થીઓએ સરકાર પાસે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે યુક્રેનમાં વિદ્યાર્થીઓએ ટિ્વટર ઉપર કેમ્પેઈન ચલાવી ૨ લાખથી વધુ ટિ્વટ વિદ્યાર્થીઓએ કર્યા છે અને જરૂરી માર્ગદર્શન માંગી રહ્યા છે.
ભારત સરકારે ૧૮મી ઓગસ્ટના રોજ નવી ગાઈડ લાઈન જાહેર કરતા સ્મ્મ્જી માં ગત વર્ષે યુક્રેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન ટ્રાન્સફર આપવાની ના પાડતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. આ વિશે વિદ્યાર્થી આયુષ પાટીલે કહ્યું કે, યુક્રેનમાં અલગ અલગ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ સ્મ્મ્જી ના અભ્યાસ માટે યુક્રેનની અલગ અલગ યુનિવર્સિટીમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ ફેકલ્ટીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો.
ચાલુ વર્ષે રશિયાએ યુક્રેન સામે જંગ છેડી હતી. જેને લઈને યુક્રેનમાં ભણતા તમામ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. જેથી ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ ભારતીય મૂળના તમામ વિદ્યાર્થીઓને માદરે વતન પરત લાવવામાં આવ્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ૬ માસ બાદ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે.
જેથી યુક્રેન યુનિવર્સિટી પાસે માર્ગદર્શન મેળવવા માટે ઓપરેશન સરસ્વતી હેઠળ તમામ વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા ટિ્વટરના માધ્યમથી જરૂરી મારદર્શન મેળવવા કેમ્પઈંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૨ લાખથી વધુ ટિ્વટ વિદ્યાર્થીઓએ કરીને ટિ્વટ ટ્રેન્ડિંગમાં રહ્યું હતું. યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી.
જેમાં યુક્રેનમાં સ્મ્મ્જી માટે અભ્યાસ કરવા ગયેલા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં ટ્રાન્સફર ન આપવાની જાહેરાત કરી હતી. સાથે બીજા વર્ષ અને તેથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીમાં એડમિશન બદલી લઈ શકશે તેવી જાહેરાત કરતા વિદ્યાર્થીઓ સામે અંધકાર છવાઈ ગયો છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ગાઈડલાઈન આગળ કરી ભારત સરકાર હાથ ઊંચા કરી રહી છે તેમ ભારતના વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે.