હવા નહી… હવે પાણીથી તબાહી મચાવશે કોરોના, શું ફરીથી લોકડાઉન કરવાના દિવસો આવશે? જાણો WHO નો ચોંકાવનારો ઘટસ્ફોટ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Health News: કોરોના રોગચાળાની શરૂઆત દરમિયાન, નિષ્ણાતોએ કહ્યું હતું કે આ એક ક્યારેય સમાપ્ત ન થનાર રોગ છે. કોરોના વાયરસ(Corona virus)  હંમેશા તેનું સ્વરૂપ બદલતો રહેશે. નિષ્ણાતોએ એમ પણ કહ્યું હતું કે સમયની સાથે તે નબળું પડશે પણ ખતમ થઈ જશે.. કહેવું મુશ્કેલ છે. નિષ્ણાતોની વાત પણ સાચી સાબિત થઈ રહી છે. અત્યારે પણ દુનિયાભરમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓ પણ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામી રહ્યા છે. હવે WHOએ કોરોના વાયરસને લઈને મોટું અપડેટ આપ્યું છે.

પાણીમાં કોરોના વાયરસ જોવા મળે છે

છેલ્લા એક મહિનામાં કોરોનાના નવા વેરિઅન્ટના 9 અલગ-અલગ સિક્વન્સ જોવા મળ્યા છે. તાજેતરમાં WHO એ 17મી ઓગસ્ટના રોજ કોરોનાના BA.2.86ને દેખરેખ હેઠળ રાખ્યા હતા. યુરોપ, આફ્રિકા અને અમેરિકાના પ્રદેશોમાંથી આ વેરિઅન્ટના 9 અલગ-અલગ સિક્વન્સ મળી આવ્યા છે. જો કે આ વેરિઅન્ટ(Variant)થી કોઈના મૃત્યુના સમાચાર નથી, પરંતુ BA.2.86 કોવિડ વેરિઅન્ટ થાઈલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડમાં પાણીમાં મળી આવ્યા છે. જો કે, આ વેરિઅન્ટ મોનિટરિંગ હેઠળ છે. એટલે કે આ પ્રકારનો કોરોના જેનાથી વધારે નુકસાન થતું નથી, પરંતુ તે પાણીમાં મળી આવ્યા બાદ સાવચેતી રાખવામાં આવી રહી છે.

ભારતમાં પણ કેસ જોવા મળી રહ્યા છે

એશિયાઈ દેશોમાં(Asian countries) થાઈલેન્ડમાંથી કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં 1366 કેસ રિપોર્ટ આવ્યા છે. આ પછી એક મહિનામાં ભારતમાંથી 1335 અને બાંગ્લાદેશમાંથી 1188 નવા કેસ નોંધાયા છે. જો કે, ભારતમાં આ અઠવાડિયે કોરોનાને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન કાર્યાલયે કરી હતી. અને કોરોનાના પ્રકારો પર દેખરેખ વધારવાની વાત કરવામાં આવી હતી.

ભારતી સિંહની બદથી બદ્દતર હાલત! એકદમ ઇમોશનલ થઈને કહ્યું – ઘરે એક બાળક છે, પેમેન્ટ હવે 25 ટકા માંડ મળે છે, મારે પૈસાની જરુર છે…

રાજકોટના આંતરડી કકળાવે એવા સમાચાર: રક્ષાબંધન પહેલા જ બે બહેનોના આજીડેમમાં ડૂબી જવાથી મોત, ભાઈઓને આજીવન અફ્સોસ રહેશે!

મંદિરમાં ગુપ્તદાનનો અનોખો કિસ્સો, દાન પાત્રમાંથી 100 કરોડનો ચેક મળ્યો, કેશ લેવા ગયા તો હેરાન થઈ ગયા, જાણો ક્યાં મામલો બગડ્યો

વિશ્વમાં કોરોના પોઝિટિવ રેટ 8%

ઉપલબ્ધ ડેટા અનુસાર, વિશ્વમાં કોરોનાની સકારાત્મકતા દર 8% છે. કોરિયા, ઓસ્ટ્રેલિયા, યુકે અને ઇટાલીમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. 234 દેશોમાંથી 27 દેશોની હોસ્પિટલોમાં કોરોનાના 49,380 દર્દીઓ દાખલ છે. 22 દેશોમાં 646 લોકો ICUમાં દાખલ છે. જો કે, માત્ર 12% દેશોએ છેલ્લા એક મહિનામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા નોંધી છે.


Share this Article
TAGGED: , ,