બુધવારે ભારતીય શેરબજારમાં રોકાણકારોની ખરીદીના કારણે જોરદાર તેજી જોવા મળી રહી છે. આજના ટ્રેડિંગ સેશનનો સ્ટાર પર્ફોર્મર નિફ્ટી રહ્યો છે, જે 2023માં પ્રથમ વખત 18,700નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટી 123 પોઈન્ટના વધારા સાથે 18,723 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સમાં 342 પોઈન્ટનો વધારો થયો છે અને 63000ના આંકને પાર કરીને 63,137 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 390 પોઈન્ટના ઉછાળા સાથે 63,182 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 138 પોઈન્ટના ઉછાળા સાથે 18,737 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. 8,700નો આંકડો પાર કરવામાં સફળ રહી છે. નિફ્ટી 123 પોઈન્ટના વધારા સાથે 18,723 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સમાં 342 પોઈન્ટનો વધારો થયો છે અને 63000ના આંકને પાર કરીને 63,137 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
આ પણ વાંચો
ક્ષેત્રીય અપડેટ
આજના કારોબારમાં બજારમાં તમામ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. નિફ્ટી સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પણ જોરદાર વધારો થયો હતો. નિફ્ટી મિડકેપમાં 354 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.