India News: દિલ્હી મેટ્રો બાદ હવે હોળી સંબંધિત વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્કૂટર પર સવાર બે યુવતીઓ અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હેલ્મેટ ન પહેરીને સ્કૂટર પર સવાર ત્રણ લોકો હોળી રમતા જોવા મળી રહ્યા છે.
#HoliCelebration@uptrafficpolice @Uppolice @dtptraffic
गाड़ी नंबर – (UP16C – X0866)
बिना हेलमेट इए ड्राइविंग ट्रिपिंलिंग और स्टंट किया जा रहा है आपसे अनुरोध है इन लोगो पर करएवाही करें @zoo_bear @WasimAkramTyagi @007AliSohrab pic.twitter.com/FpJXzGWtfr
— Shiekh Mohd Aqib (@Mohd_Aqib9) March 25, 2024
વીડિયો વાયરલ થતાની સાથે જ ઈન્ટરનેટ પર આક્રોશ ફેલાઈ ગયો હતો અને લોકોએ સ્કૂટર પર સવાર ત્રણેય લોકો સામે કાર્યવાહી કરવાની માંગ શરૂ કરી હતી. જોકે, સોશિયલ મીડિયા પર લોકોની ફરિયાદ બાદ યુપી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના નોઈડાનો હોવાનું કહેવાય છે.
उक्त शिकायत का संज्ञान लेते हुए संबंधित वाहन के विरुद्ध यातायात नियमों का उल्लंघन करने पर नियमानुसार ई-चालान (जुर्माना 33000/- रुपए) की कार्यवाही की गई है।
यातायात हेल्पलाइन नं0- 9971009001 pic.twitter.com/8iOBgEESgW
— Noida Traffic Police (@noidatraffic) March 25, 2024
વીડિયોમાં ત્રણ લોકો હેલ્મેટ વિના સ્કૂટર પર સવારી કરતા જોવા મળે છે. તેમાં જોઈ શકાય છે કે, જ્યારે છોકરો સ્કૂટર ચલાવી રહ્યો છે, ત્યારે પાછળની સીટ પર સામસામે બેઠેલી બે છોકરીઓ અશ્લીલ હરકતો કરતી જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં આંગ લગા લે ગીત વાગી રહ્યું છે. વીડિયોને જોઈને અનુમાન લગાવી શકાય છે કે પાછળથી આવી રહેલા કોઈએ આ વીડિયો રેકોર્ડ કર્યો હશે, જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
ભારતમાં આવેલું છે એક ચમત્કારિક તળાવ, માત્ર સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય, લોકોની લાઈન લાગે
પોલીસે સોશિયલ સાઈટ X પર જણાવ્યું કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્કૂટર માલિકને 33 હજાર રૂપિયાનું ચલણ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હોળી પહેલા જ નોઈડા પોલીસે પણ એડવાઈઝરી જારી કરી હતી કે તહેવારો દરમિયાન ટ્રાફિકના નિયમો તોડવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ હોવા છતાં, લોકો વિચિત્ર પ્રવૃત્તિઓ કરતા જોવા મળ્યા, જેના પર ટ્રાફિક પોલીસે તેમને પાઠ ભણાવ્યો.