કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ ભારતીયોને મફત બૂસ્ટર ડોઝ આપવાનું નક્કી કર્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે આ નિર્ણય લીધો છે. આના કારણે જે કરોડો ભારતીયોએ અત્યાર સુધી બૂસ્ટર ડોઝ લગાવ્યો ન હતો તેમને ઘણો ફાયદો થશે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને મફત બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે 15 જુલાઈથી આ બૂસ્ટર ડોઝ આગામી 75 દિવસ સુધી મફત આપવામાં આવશે. આ બૂસ્ટર ડોઝ દેશની દરેક સરકારી હોસ્પિટલમાં લગાવવામાં આવશે.