પેટ્રોલ અને ડીઝલ સહિત સીએનજીના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. ૬ એપ્રિલ, બુધવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી ૮૦-૮૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ૬ એપ્રિલની સવારે ૬ વાગ્યાથી લાગૂ થયો. જ્યારે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં એક જ ઝાટકે રુપિયા ૬.૪૫નો વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારો મંગળવારની મધરાતથી લાગૂ થયો. સીએનજીનો જૂનો ભાવ રુપિયા ૭૦.૫૩ હતો, જે વધીને રુપિયા ૭૬.૯૮ થયો છે.
સીએનજીના ભાવમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને રિક્ષાચાલકો આ ભાવ વધારાથી નારાજ જાેવા મળી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ૬ એપ્રિલ, બુધવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી ૮૦-૮૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૧૦૫.૪૧ રુપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૯૬.૬૭ રુપિયા પ્રતિ લીટર થઈ જશે.
૫ એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮૦-૮૦ પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૨ માર્ચથી અત્યાર સુધીમાં ૧૩ વખત વધારો થયો છે. કાચા તેલની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય માનાંક બ્રેંટ ક્રૂડ ૧.૫૯ ટકાના વધારા સાથે ૧૦૯.૨૪ ડૉલર પ્રતિ બેરલ પહોંચી ચૂક્યું છે. બીજી તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સાથે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં પણ સતત ભાવ વધારો જાેવા મળી રહ્યો છે.
મંગળવારે મોડી સાંજે અચાનક સીએનજીના ભાવમાં એક જ ઝાટકે રુપિયા ૬.૪૫નો વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારો મંગળવારની મધરાતથી લાગુ થશે. આ પહેલાં સીએનજીનો જૂનો ભાવ રુપિયા ૭૦.૫૩ હતો. ત્યારે હવે ભાવ વધારા બાદ સીએનજીની કિંમત રુપિયા ૭૬.૯૮એ પહોંચી છે. આ ભાવ વધારાની સીધી અસર રિક્ષાચાલકો પર પડશે. આ સિવાય જે કાર ચાલકો છે કે જેઓએ પેટ્રોલ મોંઘુ પડતા સીએનજીકિટ નંખાવી છે તેઓને પણ આ ભાવ વધારાથી માર પડશે. આમ આ ભાવ વધારાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ માર પડશે.
ગયા વર્ષે ૪ નવેમ્બરથી લઈને ૨૧ માર્ચ ૨૦૨૨ સુધી એટલે કે ૧૩૭ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. એ પછી ૨૨ માર્ચ ૨૦૨૨થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો સિલસિલો શરૂ થયો હતો. અત્યાર સુધી ૧૩ વખત ભાવ વધારા બાદ પેટ્રોલ અને ડીઝલ ૯.૨૦ રુપિયા પ્રતિ લીટર મોંઘુ થયુ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી હાલ તો રાહત મળવાની કોઈ આશા દેખાતી નથી. ક્રિસિલ રિસર્ચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓને નુકસાન થયુ છે. જેથી આ નુકસાનના ભરપાઈ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૫-૨૦ રુપિયા સુધીનો વધારો કરવો પડશે.