PM Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આંધ્રપ્રદેશમાં ૨ લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશે. વિશાખાપટ્ટનમમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરશે. જેમાં ગ્રીન હાઇડ્રોજન સેન્ટર અને ફાર્માસ્યુટિકલ પાર્કનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સતત ત્રીજી ટર્મ માટે પદભાર સંભાળ્યા બાદ મોદીની આ રાજ્યની પ્રથમ મુલાકાત હશે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ સાથે મળીને રેલવે ઝોનનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત તેઓ અનકપલ્લી જિલ્લામાં પુડિમાડકા ખાતે એનટીપીસીના ઇન્ટિગ્રેટેડ ગ્રીન હાઇડ્રોજન સેન્ટરનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ કંપની ત્રણ તબક્કામાં 65,370 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ જ રીતે પીએમ મોદી નક્કાપલ્લીમાં 1877 કરોડ રૂપિયાના ફાર્મા પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાના હેતુથી અહીં ‘બલ્ક ડ્રગ પાર્ક’ સ્થાપવામાં આવનાર છે. લગભગ 11,542 કરોડ રૂપિયાના રોકાણ સાથે 2,002 એકર જમીન પર બનનારા આ પાર્કથી 54,000 લોકોને રોજગાર મળવાની આશા છે. શિલાન્યાસ અને ઉદ્ઘાટન સમારોહ બાદ પીએમ મોદી રોડ શો કરશે અને જનસભાને સંબોધિત કરશે. તેમાં ૧.૫ લાખથી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે.
વિશાખાપટ્ટનમના લોકોની વચ્ચે રહેવાની રાહ …
પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “હું ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સંબંધિત મુખ્ય કાર્યોનું ઉદ્ઘાટન કરવા માટે વિશાખાપટ્ટનમના લોકોની વચ્ચે રહેવા માટે ઉત્સુક છું.” એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટનો શિલાન્યાસ થશે તે ખૂબ જ આનંદની વાત છે. તે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પ્રકારનું પહેલું કેન્દ્ર બનાવશે.
18 વર્ષની બાળકી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, 490 ફૂટ પર ફસાઈ, બચાવ ચાલુ
ગૌતમ અદાણીએ એક નવી કંપની બનાવી, નામ- VPL… જાણો શું છે થાઈલેન્ડ કનેક્શન
આવતીકાલે પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન થશે
પ્રધાનમંત્રી બુધવારે સાંજે ઓડિશા જવા રવાના થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ૧૮ મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરશે. આ સંમેલનમાં ભાગ લેવા માટે 50થી વધારે દેશોમાંથી મોટી સંખ્યામાં ભારતીય ડાયસ્પોરાની નોંધણી થઈ છે. પોતાના એક દિવસીય પ્રવાસ દરમિયાન મોદી પ્રવાસી ભારતીય એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રવાસી ભારતીયો માટે આ એક ખાસ ટૂરિસ્ટ ટ્રેન છે, જે દિલ્હીના નિઝામુદ્દીનથી રવાના થશે અને ત્રણ અઠવાડિયા સુધી પર્યટન અને ધાર્મિક મહત્વ ધરાવતા અનેક સ્થળોની મુલાકાત લેશે.