દેશના પ્રધાનમંત્રી આપ ચિતાઓની ચિંતા છોડી ગાયની ચિંતા કરો: હાર્દિક હુંડીયા

Lok Patrika
Lok Patrika
4 Min Read
Share this Article

ભારત દેશ જ્યારે ૨૦૦ વર્ષ સુધી અહિંસક લડાઈ લડી ને અંગ્રેજો ને હંફાવી શકવાની તાકાત રાખી શકતો હોય , જે દેશ માં અનેક વિરો એ પોતાના જીવ નું બલિદાન આપી ને મહામુલી આઝાદી આપણે ને અપાવી હોય તેવા વિરો ના દેશ ભારત દેશ માં ગત દિવસોમાં ભારત દેશ નાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ એ તેમના જન્મદિવસ નાં દિવસે કરોડો રૂપિયા નો ખર્ચ કરીને આફ્રિકા નાં નામીબીયા શહેરથી આઠ ચિતાઓને લાવી ને ભારતના મધ્યપ્રદેશ રાજ્ય નાં કુનો નેશનલ પાર્ક માં રાખવામાં આવેલ છે . આ બાબતે સ્ટાર રિપોર્ટ મેગેઝિન નાં પ્રધાન સંપાદક હાર્દિક હુડીયા જી જેઓ એક પરમ જીવદયા પ્રેમી છે તેઓએ દેશ નાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ને પત્ર લખી ને તેમાં તેઓએ જણાવ્યું કે આપ જેવા યસસ્વી વડાપ્રધાન ભારત દેશ ને મળ્યા છે તેનું ગૌરવ છે . અંહિસક લડાઈ નાં અગ્રસર આ ભારત દેશ માં નિર્દોષ જીવો ની હત્યા શા માટે થવી જોઈએ ? આપણાં દેશ માં તમામ નિયમો અને કાયદાઓનું પાલન કરવામાં આવે તો અબોલ જીવો ની હત્યા અટકી શકે છે . તેઓએ વધુમાં જણાવ્યું કે પ્રજા ને કોઈ પણ તકલીફ આવે તો તે રાજા પાસે જાય છે . અને રાજા તેને યોગ્ય ન્યાય આપે છે . મારી સાથે ‌સાથે દેશ વિદેશમાં વસતા દરેક ભારતવાસી ને તમારા ઉપર ગર્વ છે.

હાર્દિક હુંડીયા જી એ વધુ માં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી નાં નેતૃત્વ માં દેશ ખુબ જ પ્રગતિ કરી રહ્યો છે . પરંતુ વડાપ્રધાને તેમના જન્મદિવસ ને દિવસે આફ્રિકા નાં નામીબીયા થી મધ્યપ્રદેશ નાં નેશનલ પાર્ક માં ચાર થી છ વર્ષ ની ઉંમરના આઠ ચિતા કરોડો નો ખર્ચ કરીને લાવીને ખુલ્લા મુક્યા છે .જે હવે આપણાં દેશ નાં અબોલ જીવો નો શિકાર કરશે . હાર્દિક હુંડીયા જી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી ને તેમના દ્વારા મોકલેલા પત્ર માં જણાવ્યું કે આપ આ ચિતાઓને પરત મોકલી દો . તેઓએ નરેન્દ્ર મોદી જી ને સંબોધન કરતા આ પત્ર માં જણાવ્યું છે કે તેઓ મોદી જી નાં પરમ શુભેચ્છક છે . તેમના માતુશ્રી પરમ આદરણીય માતા હિરા બા નાં પગ દુધ થી ધોઈ ને તેમનું સમ્માન કરવાનો અને આર્શીવાદ લેવાનો લ્હાવો જીવન માં મળ્યો છે તે જીવન ની સહુથી ભાગ્યશાળી પળ છે .

વર્તમાન માં હાહાકાર મચાવનાર લમ્પી વાયરસ બિમારી નો પણ ખાસ ઉલ્લેખ કરતાં હુંડીયા જી એ જણાવ્યું કે આ બિમારી ને કારણે આપણે જેને માતા નો દરજ્જો આપ્યો છે તે ગાય માતા જેના દુધ થી આપણને તેમજ દેશ નાં બાળકો ને ગાયમાતા નાં દુધ વડે સ્વસ્થ રાખવા માં આવે છે . આજે આ ગાયમાતા નો જીવ જોખમમાં છે . આ લમ્પી બિમારી થી આ અબોલ જીવો ને બચાવવા માટે આપ શ્રી નાં નેતૃત્વ માં પ્રયત્ન થાય તે વધુ જરૂરી છે. આ ચિતા આપણા દેશ નાં ખુબ જ આકર્ષક અને અબોલ જીવો ને આ અભ્યારણ્યમાં વિચરે છે તેનો શિકાર કરશે . દેશમાં હરણ નો શિકાર કરવા ગયેલ ફિલ્મ અભિનેતા સલમાન ખાન અને તેનું સમર્થન કરનારી અભિનેત્રી ઓ ઉપર કેટલા મોટા સંકટ આવેલા હતા તે વાત જગજાહેર છે.

આદરણીય શ્રી નરેન્દ્ર ભાઇ મોદી આપ પરમ માતૃભક્ત છો . અને જે અબોલ જીવ અભ્યારણ્યમાં મુક્ત બની ને વિચરે છે તેનું ભક્ષણ આ ચિતા કરશે . આપના આશ્રય સ્થાન માં રહેનાર આ અબોલ જીવો નું જીવન નું જોખમ આ ચિતા ઓનાં આવવા નાં કારણે જોખમાયું છે તે વાત ઉપર ધ્યાન દોરતા હાર્દિક જી હુંડીયા એ જણાવ્યું કે આ ચિતા ઓ જંયા થી આવ્યા છે ત્યાં પ્રધાનમંત્રી પરત મોકલી દે. જન્મદિવસ નાં દિવસે અબોલ જીવો ને મારવા નું કાર્ય થવું જોઈએ નહીં . તે વાત ઉપર ખાસ ભાર મુકતા જણાવ્યું કે આપણો દેશ અહિંસક દેશ છે ત્યાં અબોલ જીવની રક્ષા કરવી આપણું પ્રથમ કર્તવ્ય છે.


Share this Article