અંબાણી પરિવારના સૌથી નાના સભ્ય પૃથ્વી આકાશ અંબાણી માત્ર દોઢ વર્ષના છે. તેની લક્ઝરી લાઈફ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. કરોડોની કિંમતની બર્થડે પાર્ટીઓથી માંડીને ડિઝાઈનર કપડા. દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીએ પોતાનો પ્રી-નર્સરી અભ્યાસ શરૂ કરી દીધો છે. થોડા મહિના પહેલા તેને મલબાર હિલ્સની એ જ સનફ્લાવર નર્સરી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેના માતાપિતા આકાશ અને શ્લોકા અંબાણી ભણ્યા હતા.
પૃથ્વીના માતા-પિતા ઇચ્છે છે કે તે જમીન સાથે જોડાય અને તેથી જ તેઓએ નક્કી કર્યું કે તેનું શિક્ષણ ભારતમાં જ કરાવામાં આવશે. શાળામાં પૃથ્વીની સલામતી માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. પૃથ્વી જ્યાં સુધી શાળામાં હાજર રહેશે ત્યાં સુધી તેની આસપાસ સાદા યુનિફોર્મમાં સુરક્ષા ગાર્ડ તૈનાત રહેશે જે દરમિયાન તે ગાર્ડ સમગ્ર શાળા પરિસર પર નજર રાખશે. તેમની સાથે એક ડૉક્ટર પણ દરેક સમયે હાજર રહેશે. જે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
સૌ કોઈ જાણે છે કે પરિવાર 10 ડિસેમ્બર, 2021ના રોજ તેના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. તસવીરમાં પૃથ્વી લક્ઝરી બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાનાનો પોશાક પહેરેલો જોવા મળે છે. ડોલ્સે એન્ડ ગબ્બાના વેબસાઈટ મુજબ આ નાના પોશાકની કિંમત શરે ₹24,445 છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના વહાલા પુત્ર પૃથ્વી અંબાણીના પ્રથમ જન્મદિવસની 10 ડિસેમ્બર 2021 ના રોજ અંબાણી પરિવાર દ્વારા ગુજરાતમાં તેમના પૈતૃક ઘરે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માટે ખાનગી રસોઈયાને લાવવામાં આવ્યા હતા અને જાણીતા ગાયક અરિજીત સિંહે પરફોર્મન્સ આપ્યું હતું. મળતી માહિતી મુજબ નેધરલેન્ડથી રમકડાં, ઈટાલી અને થાઈલેન્ડથી શેફ, મુંબઈથી કેક અને ગુજરાતમાંથી પંડિતો મંગાવવામાં આવ્યા હતા.
આ સાથે જાણવા મળી રહ્યુ છે કે બેબી પૃથ્વી પાસે ટૂંક સમયમાં તેની સાથે રમવા માટે અન્ય પિતરાઈ ભાઈ પણ હશે. તેની માતા શ્લોકા મહેતાની બહેન દિયા મહેતાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેણે લખ્યું હતું કે, “પરિવારમાં વધુ એક સભ્ય ઉમેરવાનો છે.” 6 એપ્રિલની પોસ્ટમાં તેણીએ કલર બ્લોક મીડી ડ્રેસ પહેર્યો હતો અને તેણીનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.