ભાજપની પૂર્વ પ્રવકતા નુપુર શર્મા દ્વ્રારા મોહમ્મદ પૈગમ્બર પર વાંધાજનક ટિપ્પણી કરવાનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી, અરબ દેશોમાં નુપૂરના નિવેદનનો વિરોધ થયો આ ઉપરાંત ભારતમાં ભીમ સેના પણ આ વિવાદમાં કુદી પડી છે. ભીમસેનના ચીફ નવાબ સતપાલ તંવરે નૂપૂર શર્માની જીભ કાપીને લાવનારાને ૧ કરોડ રુપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
સતપાલ તંવર હરિયાણાના ગુડગાંવ જીલ્લાના ખાંડસા ગામ સાથે સંબંધ ધરાવે છે. પછાત જાતિઓ માટે સંગઠન અને ભેદભાવ મિટાવવા માટેના આંદોલનનો જાણીતો ચહેરો છે. નવાબનું માનવું છે કે નુપૂરના નિવેદનથી મુસ્લિમ સમૂદાયના કરોડો લોકો નારાજ થયા છે. એટલું જ નહી સરકાર જાણી જાેઇને ધરપકડ નહી કરતી હોવાનો આરોપ મુકયો હતો. એટલું જ ન નહી કાનપુરમાં થયેલા દંગા માટે પણ નૂપુરને માસ્ટર માઇન્ડ ગણાવી હતી. એટલું જ નહી નુપૂરને દેશ નિકાલ કરવાની સજા ફરમાવવા જણાવ્યું હતું. તેની વિવાદાસ્પદ ટીપ્પણીના લીધે જ ભારતની સમગ્ર દુનિયામાં બદનામી થઇ છે.
૨૭ મે ના રોજ એક ટીવી ચેનલની ડિબેટ દરમિયાન મોહમ્મદ પૈગમ્બર પર વિવાદાસ્પદ બયાન આપ્યું હતું, આજ વાત દિલ્હી ભાજપના નવીનકુમાર જીંદલે ટ્વીટ કરીને જણાવી હતી. ધીમે ધીમે આ મુદ્વો અરબ દેશોના સોશિયલ મીડિયા સુધી પહોંચતા નુપૂર વિવાદનું આંતરરાષ્ટ્રીય કરણ થયું હતું. ચોતરફથી દબાણ વધતા ભાજપ પ્રવકતા નુપૂર શર્માને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. નુપુર પર હુમલાના ખતરાના પગલે દિલ્હી પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે. ભીમસેનાએ ૧ કરોડ રુપિયાનું ઇનામ જાહેર કરીને નવો જ વિવાદ ઉભો કર્યો છે.