રાહુલ ગાંધીએ માતાને પૂછ્યું કે- હું સુંદર છું…. ઈન્દિરા ગાંધીએ વળતો ઉત્તર આપતા કહ્યું એ સાંભળીને તમે ચોંકી જશો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન તાજેતરમાં જ રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીની એક તસવીર સામે આવી હતી જેમાં રાહુલ તેમની માતાના બૂટ બાંધતા જોવા મળ્યા હતા. હવે રાહુલ ગાંધીએ તેમના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે જ્યારે તેમણે તેમની માતા સોનિયા ગાંધીને પૂછ્યું કે શું તેઓ દેખાવમાં સુંદર છે?

ઘણીવાર કોઈ પણ માતા પોતાના પુત્રના વખાણ કરે છે, પરંતુ રાહુલ ગાંધીના સવાલ પર સોનિયા ગાંધીએ ચોંકાવનારો જવાબ આપ્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની માતાને પૂછ્યું- ‘શું હું સુંદર છું?’ સોનિયા ગાંધીએ કહ્યું હતું, ‘ના, ઠીક ઠીક છે.

આ વાતનો ખુલાસો ખુદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના બાળપણની કહાની સંભળાવતા કર્યો છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ‘યુટ્યુબર’ સમદીશ ભાટિયા સાથેના ઈન્ટરવ્યુમાં તેમના બાળપણની આ વાત શેર કરતા કહ્યું, ‘જ્યારે હું નાનો હતો ત્યારે હું મારી માતા પાસે ગયો અને તેમને પૂછ્યું, ‘મમ્મી, શું હું સુંદર દેખાવું છું? માતાએ મારી સામે જોયું અને કહ્યું ના, તું થોડો સરસ લાગે છે.

રાહુલ ગાંધીએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે સોનિયા ગાંધી હંમેશા તેમનો સામનો સત્ય સાથે કરે છે.  ‘મારી માતા આવી છે. મારી મા તરત જ અરીસો બતાવે છે. મારા પિતા પણ આવા જ હતા. મારો આખો પરિવાર આવો છે. જો તમે કંઈક કહો છો, તો તેઓ તમને સત્યનો સામનો કરાવે છે.

ઈન્ટરવ્યુનો વીડિયો ટ્વીટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું, ‘ભગવાન વિશે ભારતના વિચાર અને ઘણું બધું. ભારત જોડો યાત્રા દરમિયાન ખૂબ જ સ્પષ્ટ અને સરસ વાતચીત.’ પોતાના જીવન અને જીવનશૈલી વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પોતાના માટે બુટ ખરીદે છે, પરંતુ ક્યારેક તેમની માતા અને બહેન પણ તેમને શૂઝ મોકલે છે.

તેણે કહ્યું, ‘મારા કેટલાક રાજકારણી મિત્રો મને જૂતા પણ ભેટમાં આપે છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભાજપના કોઈ નેતા તેમને શૂઝ  મોકલે છે? આના પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘તેઓ મારા પર ફેંકે છે.’


Share this Article