રેલવેમાં નોકરી કરતા બાળકીના પિતા અને માતાના મોતને લીધે આ કાર્યવાહી રાયપુર રેલ વિભાગ દ્વારા કરવી પડી
રેલવેએ ૧૦ મહિનાની બાળકીને નોકરી આપીને ઈતિહાસ રચ્યો છે. રેલવેએ પહેલીવાર આટલી નાની ઉંમરના કોઈ અરજદારનુ નોકરી માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જે સમયે આ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ ત્યારે તમામ ભાવુક હતા. વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં પ્રક્રિયા પૂરી કરવામાં આવી. આ ઘટના દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે રાયપુર રેલ વિભાગની છે.
રેલવેના રાયપુર વિભાગના ઈતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યારે આવા નાના બાળકની નિમણૂક માટે માઇનોર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ બાળકીને રેલવેની ઓફિસમાં લાવવામાં આવી, બાળકી એટલી મોટી નહોતી કે તે ફોર્મ પર પોતાના હસ્તાક્ષર કરી શકે. બાળકીના અંગૂઠાના નિશાન પણ લેવા મુશ્કેલ હતા.
એવામાં અધિકારીઓએ જ પ્રક્રિયા પૂરી કરી. જાણકારી અનુસાર બાળકીના પિતા રાજેન્દ્ર કુમાર પીપી યાર્ડ ભિલાઈમાં આસિસ્ટન્ટ પોસ્ટ પર કાર્યરત હતા. રાજેન્દ્ર કુમારનુ ૧ જૂને મંદિર હસૌદ નજીક માર્ગ અકસ્માતમાં નિધન થયુ હતુ. જેમાં બાળકીની માતા પણ મોતને ભેટી હતી. જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે બાળકી હતી સાથે હતી પરંતુ તે બચી ગઈ. હવે બાળકીની નિમણૂક માટે રજિસ્ટ્રેશન કરાવાયુ છે.
બાળકીનુ નોકરી માટે રજિસ્ટ્રેશન કરાવી દેવાયુ છે. જ્યારે બાળકી સગીર થઈ જશે તો તે ડ્યુટીમાં જાેડાઈ શકશે. નોકરીમાં જાેડાતા જ તેને પગાર સહિત રેલવેની તમામ સુવિધાઓ મળશે. અત્યારે રેલવે અધિકારીઓએ બાળકીના પરિજનોને તેની યોગ્ય સારસંભાળ અને અભ્યાસ કરાવવા માટે કહ્યુ છે.