રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને મળ્યો ‘સિટીઝન ઓફ મુંબઈ’ એવોર્ડ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : રિલાયન્સ ફાઉન્ડેશનના (Reliance Foundation) સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીને (nita ambani) રોટરી ક્લબ ઓફ બોમ્બે દ્વારા પ્રતિષ્ઠિત ‘સિટીઝન ઓફ મુંબઈ 2023-24’ (Citizen of Mumbai) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશને ટ્વીટ કરીને આ એવોર્ડ વિશે માહિતી આપી હતી. પરિવર્તનકારી સંસ્થાઓ દ્વારા આરોગ્ય, શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના યોગદાનને બિરદાવવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.

 

નીતા અંબાણી ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઇ ઇન્ડિયન્સની માલિક છે. તે ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડની સ્થાપક અધ્યક્ષ છે. આ કંપનીએ ઇન્ડિયન સુપર લીગની શરૂઆત કરી હતી. તે એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ફોર ઓલ ઇનિશિયેટિવના વડા પણ છે. તે એમઆઇ ન્યૂયોર્કની પણ માલિકી ધરાવે છે, જેણે મેજર ક્રિકેટની પ્રથમ આવૃત્તિ જીતી છે. આ એક પ્રોફેશનલ અમેરિકન ટી-20 લીગ છે.

સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના

રિલાયન્સ ફાઉન્ડેશનની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે તે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની પ્રથમ ભારતીય મહિલા સભ્ય છે. તેઓ ન્યૂયોર્ક સ્થિત મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના બોર્ડના માનદ ટ્રસ્ટી તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (મુંબઈ) કે જે આ વર્ષે શરૂ થયું હતું, તેની કલ્પના નીતા અંબાણીએ કરી હતી. આ સેન્ટરનો હેતુ ભારતની કળા અને સંસ્કૃતિને શ્રેષ્ઠ રીતે પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે.

 

 

સિટીઝન ઓફ મુંબઈ એવોર્ડ શું છે?

સિટીઝન ઓફ મુંબઈ એવોર્ડ રોટરી ક્લબ ઓફ બોમ્બે દ્વારા આપવામાં આવતું પ્રતિષ્ઠિત સન્માન છે, જે સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન માટે દર વર્ષે આપવામાં આવે છે. આ વર્ષની શરૂઆતમાં નીતા અંબાણીએ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પ્રેક્ષકો અને કલાકારો બંને માટે ભારતીય કલા અને સંસ્કૃતિને શ્રેષ્ઠ રીતે પ્રકાશિત કરવા માટે એક મંચ તરીકે સેવા આપે છે.

 

વરસાદને લઇને હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે

સુખ અને સંપત્તિનો વરસાદ કરશે ગુરુવારના આ પાંચ ઉપાયો, ભગવાન વિષ્ણુ તમારાં બધા જ દુઃખ હરી લેશે

SBI માં બહાર પડી હજારો નોકરીઓ, તમે પણ ફટાફટ અરજી કરી દો, ૧૩ લાખ રૂપિયા પગાર મળશે, જાણો સારા સમાચાર

 

તબીબી ક્ષેત્રમાં યોગદાન

નીતા અંબાણી સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશનની મદદથી તમામ ભારતીયોને વર્લ્ડ ક્લાસ મેડિકલ કેર પૂરી પાડી રહ્યાં છે. નીતા અંબાણીની આગેવાની હેઠળનું રિલાયન્સ ફાઉન્ડેશન જીવનધોરણ ઊંચું લાવવા અને તમામ માટે એકંદરે વધુ સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા માટે પરિવર્તનશીલ ફેરફારો કરી રહ્યું છે. નીતા અંબાણીએ ગયા મહિને કહ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન નાના શહેરોથી લઈને અંતરિયાળ ગામો સુધી 70 મિલિયન લોકો સુધી પહોંચી ગયું છે.


Share this Article