જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ વચ્ચે સ્થાનિક સરકાર દ્વારા કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ખીણના વિવિધ વિસ્તારોમાં તૈનાત કાશ્મીરી પંડિતોની જિલ્લા મુખ્યાલયમાં બદલી અથવા ગોઠવણ કરવામાં આવી છે.
શ્રીનગરના મુખ્ય શિક્ષણ અધિકારી દ્વારા જારી કરાયેલા પત્રમાં આ માહિતી આપવામાં આવી છે. 177 શિક્ષકોની બદલી કરવામં આવી છે અને એમની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.