ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ એટલે કે સેબીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે મોટી કાર્યવાહી કરી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણીને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને 5 વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યો છે.
અનિલ અંબાણી ઉપરાંત સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ અધિકારીઓ સહિત 24 અન્ય એકમોને સિક્યોરિટી માર્કેટમાંથી 5 વર્ષ માટે ભંડોળના ડાયવર્ઝન પર પ્રતિબંધ મૂક્યો છે.
સેબીની કાર્યવાહી બાદ અનિલ અંબાણી પર શું થશે અસર?
સેબી દ્વારા 22 પાનાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અનિલ અંબાણીએ RHFL ના મુખ્ય સંચાલકીય કર્મચારીઓ સાથે મળીને RHFL ના ભંડોળને દૂર કરવા માટે એક કપટપૂર્ણ સ્કીમ ઘડી હતી, જેને તેઓએ તેમની સાથે જોડાયેલી સંસ્થાઓને લોન તરીકે છૂપાવી હતી.
માર્કેટ રેગ્યુલેટર સેબીની આ કાર્યવાહી બાદ અનિલ અંબાણીએ 25 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે, આ સાથે અનિલ અંબાણી 5 વર્ષ સુધી કોઈ પણ લિસ્ટેડ કંપની કે માર્કેટ રેગ્યુલેટર સાથે જોડાયેલા નહીં રહી શકે. અનિલ અંબાણી 5 વર્ષ સુધી કોઈપણ મધ્યસ્થી તરીકે સિક્યોરિટી માર્કેટમાં ડિરેક્ટર અથવા કી મેનેજરીયલ પર્સનલ (KMP) તરીકે જોડાઈ શકશે નહીં. સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર 6 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે અને તેના પર 6 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
આ કાર્યવાહી કંપનીના ભંડોળના દુરુપયોગમાં તેમની સંડોવણીનું પરિણામ છે. સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) સાથે સંકળાયેલી મોટી નાણાકીય છેતરપિંડીની ઓળખ કરી છે. અનિલ અંબાણી અને અન્ય અગ્રણી વ્યક્તિઓની આગેવાની હેઠળ, આ યોજનામાં લોનના વિતરણ દ્વારા કંપની પાસેથી મોટી માત્રામાં નાણા ઉપાડવામાં આવ્યા હતા, જેના કારણે શેરધારકોને ભારે નુકસાન થયું હતું.