સીમા અને સચિનને લોટરી લાગી, ૬-૬ લાખના પેકેજની નોકરીની ઓફર આવી, આ ઉધોગપતિ ચાર હાથે વરસ્યા

Desk Editor
By Desk Editor
Share this Article

સીમા હૈદર અને સચિન મીનાની લવ સ્ટોરી (love story) હિન્દુસ્તાનથી લઈને પાકિસ્તાન સુધી હેડલાઇન્સ બનાવી રહી છે. હવે તેને ગુજરાતના એક બિઝનેસમેને નોકરીની ઓફર કરી છે. વેપારી તરફથી કહેવામાં આવ્યું છે કે, બંનેને મહિને પચાસ હજાર (50000) રૂપિયાના પગારે નોકરી આપવામાં આવશે. વાસ્તવમાં સીમા અને સચિનનો પરિવાર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે તેવા સમાચાર સામે આવતા જ એક ફિલ્મ નિર્દેશકે પહેલા તેમને ફિલ્મમાં નોકરીની ઓફર કરી હતી. હવે તેને ગુજરાતમાં નોકરીની ઓફર કરવામાં આવી છે.

 

તમને જણાવી દઈએ કે સોમવારે રાત્રે યુપીના ગ્રેટર નોઈડાના રબુપુર ગામમાં મોડી રાત્રે પોસ્ટમેન એક અજાણ્યા પત્ર સાથે સચિન-સીમાના ઘરે પહોંચ્યો હતો. અજાણ્યો પત્ર જોઈ હડકંપ મચી ગયો. સીમા પત્ર ખોલવા માંગતી હતી, પરંતુ તેની સુરક્ષા કરી રહેલા સૈનિકોએ તેને આમ કરવાથી રોકી દીધી. તેઓએ વિચાર્યું કે તે ધમકીભર્યો પત્ર હોઈ શકે છે.

 

વેપારીએ 50-50 હજારની નોકરીની ઓફર આપી હતી

આ પછી પોલીસ કર્મચારીઓએ આ અંગે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી, જ્યારે અધિકારીઓના આદેશ પર આ પત્ર ખોલવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે ગુજરાતના એક બિઝનેસમેને (businessman) તે સચિન અને સીમાને લખ્યો હતો. ત્રણ પાનાના પત્રમાં સીમા હૈદર અને સચિનને દર મહિને 50,000 રૂપિયાના પગારે ગુજરાતમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી. જો આપણે વર્ષ-વર્ષ પર નજર કરીએ તો તેને વાર્ષિક 6-6 લાખ રૂપિયાની નોકરીની ઓફર મળી છે. પત્રમાં આગળ લખવામાં આવ્યું હતું કે તે ગમે ત્યારે ત્યાં પહોંચી શકે છે અને નોકરીમાં જોડાઈ શકે છે. આ ઉપરાંત પત્રમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, બન્નેને શક્ય તમામ મદદ કરવામાં આવશે.

 

ફિલ્મોની ઓફર પણ મળી છે.

અત્યાર અગાઉ ફિલ્મ નિર્માતા અમિત જાનીએ સચિન અને સીમા હૈદરને પોતાની ફિલ્મમાં અભિનેતા તરીકે કામ કરવાની ઑફર કરી હતી. તે પણ સીમાના ઘરે જઈને અગાઉથી ચેક આપવા તૈયાર હતો. જો કે આ ઓફર પર સીમા-સચિનના પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી તેમની વિરુદ્ધ તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ આવું કંઇ નહીં કરે.

 

સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો

ગુજરાતમાં લવ મેરેજ માટે માતા-પિતાની પરમિશન ફરજિયાતની ભુપેન્દ્ર પટેલની વાત પર દરેક નેતાનું જોરો-શોરોથી સમર્થન

ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?

 

 

પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદરને મોબાઈલ પર પબજી રમતાં રમતાં ભારતના સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પછી, તે તેના બોયફ્રેન્ડને મળવા માટે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હતી અને નેપાળ થઈને ભારત આવી હતી. આ પછી, નોઈડા પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. હવે યુપી એટીએસ સીમા હૈદર કેસની તપાસ કરી રહી છે.


Share this Article