દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે અને મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ ૧૦૦ મરઘીઓના અચાનક મોતથી હડકંપ મચી ગયો છે. થાણાના ડીએમ અને કલેક્ટર રાજેશ જે નાર્વેકરે જણાવ્યું કે બર્ડ ફ્લૂના જાેખમને જાેતા મરઘીઓના નમૂના પુનાની એક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. થાણા જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ડો. ભાઉસાહેબ ડાંગડેએ જણાવ્યું કે મરઘીઓનું મોત એચ૫એન૧ એવિયન ઈન્ફ્લૂએન્ઝાના કારણે થયું હતું.
બર્ડ ફ્લૂના જાેખમને જાેતા પ્રશાસન અલર્ટ છે અને પ્રભાવિત પોલ્ટ્રી ફાર્મના એક કિલોમીટરના દાયરામાં આવનારા લગભગ ૨૫ હજાર પક્ષીઓને મારી નાખવામાં આવશે. થાણાના ડીએમ અને કલેક્ટર રાજેશ જે નાર્વેકરે જણાવ્યું કે થાણા જિલ્લાના શાહબુર તસસીલના વેહલોલી ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ ૧૦૦ મરઘીઓના અચાનક મોત થયા. બર્ડ ફ્લૂના જાેથમને જાેતા તેમના નમૂના પુનાની એક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે આગામી થોડા દિવસમાં પ્રભાવિત પોલ્ટ્રી ફાર્મના એક કિલોમીટરના દાયરામાં આવનારા લગભગ ૨૫ હજાર પક્ષીઓને મારી નાખવામાં આવશે. જિલ્લા પશુપાલન વિભાગને સંક્રમણને નિયંત્રિત કરવા માટે ઉપાય કરવાના આદેશ અપાયા છે. થાણા જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ડો ભાઉસાહેબ ડાંગડેએ કહ્યું કે હાલમાં શાહપુર તહસીલના વેહ્લોલી ગામના પોલ્ટ્રી ફાર્મમાં લગભગ ૧૦૦ પક્ષીઓના મોત થઈ ગયા.
તેમના નમૂના પરીક્ષણ માટે પુના સ્થિત એક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા અને પરિણામોથી પુષ્ટિ થઈ કે તેમના મોત એચ૫એન૧ એવિયન ઈન્ફ્લૂએન્ઝાના કારણે થયા હતા. ડો.ભાઉસાહેબ ડાંગડેએ કહ્યું કે જિલ્લાનો પશુપાલન વિભાગ અન્ય પક્ષીઓમાં સંક્રમણ ફેલાતું રોકવાના ઉપાય કરશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય મત્સ્ય પાલન અને પશુપાલન મંત્રાલયને અહીં બર્ડ ફ્લૂના કેસ અંગે સૂચિત કરી દેવાયા છે.