અહીં બનશે ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા, 108 ફૂટની ઉંચાઈ અને 300 કરોડનો ખર્ચ, બોલો જય શ્રી રામ

Desk Editor
By Desk Editor
Share this Article

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ભગવાન રામની સૌથી ઉંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો હતો. કુર્નૂલ નજીક નંદિયાલ જિલ્લાના મંત્રાલયમમાં બની રહેલી આ પ્રતિમા દેશની ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા હશે. 108 ફૂટ ઊંચી આ પ્રતિમા ‘પંચલોહા’ની બનાવવામાં આવશે. જય શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી રહેલી આ પ્રતિમા પર 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

 

 

શ્રી રાઘવેન્દ્ર સ્વામી મઠે ભગવાન રામની આ પ્રતિમા માટે 10 એકર જમીન દાનમાં આપી છે, જેથી આ જમીન પર દેશની સૌથી મોટી રામ પ્રતિમા બની શકે. આ પ્રતિમા ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન તૈયાર કરનાર શિલ્પકાર રામ વનજી સુતાર દ્વારા બનાવવામાં આવશે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશના પ્રથમ ગૃહમંત્રી વલ્લભભાઇ પટેલની પ્રતિમા છે. હવે આ પ્રતિમાની રચના કરનારા શિલ્પકારો ભગવાન રામની સૌથી મોટી પ્રતિમા બનાવી રહ્યા છે.

ભગવાન રામની પ્રતિમા ભકિતભાવથી ભરાઈ જશે

રવિવારે ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વર્ચ્યુઅલી રામ પ્રતિમાનું ભૂમિપૂજન કર્યું હતું. રાઘવેન્દ્ર સ્વામી મટ્ટના પૂજારી સુબુદેન્દ્ર તીર્થ સ્વામી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ટી.જી. વેંકટેશે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ પળે ટ્વિટ કર્યું હતું.

 

સીમા પ્રેમની આડમાં સચિનનો ઉપયોગ કરી રહી છે, દાવા પર અનેક સવાલો ઉઠતાં હાહાકાર, એજન્સીઓ પણ એલર્ટ પર

ઓગસ્ટ મહિનામાં તહેવારોની લાઈન લાગવાની છે, અડધો મહિનો બેન્કોમાં રજા જ રહેશે, ફટાફટ લિસ્ટ ચેક કરી લો

BREAKING: ASIની 30 સભ્યોની ટીમ જ્ઞાનવાપી સર્વે માટે પહોંચી, બધી વસ્તુના નમુના લીધા, શહેર હાઈ એલર્ટ પર

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં રાઘવેન્દ્ર સ્વામી મઠમાં બની રહેલી ભગવાન રામની 108 ફૂટ ઉંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન રામની આ વિશાળ પ્રતિમા દેશની સૌથી મોટી રામ પ્રતિમા હશે અને તે શહેરને ભક્તિભાવથી ભરી દેશે. શાહે ટ્વિટ કર્યું હતું કે, “આ પ્રતિમા લોકોમાં આપણી સભ્યતા અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતાની ભાવના પેદા કરશે.”

 

 

 


Share this Article