India NEWS: યુનેસ્કોએ મંગળવારે મોડી રાત્રે તેના ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (UCCN) ની નવીનતમ સૂચિ જાહેર કરી છે, જેમાં મધ્યપ્રદેશના ગ્વાલિયરને વિશ્વના 55 નવા શહેરોમાં ‘મ્યુઝિક સિટી’ તરીકે સામેલ કરવામાં આવ્યું છે. દેશમાં ગ્વાલિયર સિવાય માત્ર કેરળના કોઝિકોડ (સાહિત્ય વિભાગ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સદીઓ જૂની સંગીત પરંપરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત ગ્વાલિયર હવે પ્રતિષ્ઠિત યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં જોડાયું છે.
આ પ્રોજેક્ટનું નેતૃત્વ મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડએ ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગ્વાલિયર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, રાજા માનસિંહ તોમર યુનિવર્સિટી ઓફ મ્યુઝિક એન્ડ આર્ટસ, સંગીત કલાકારો અને અન્ય હિતધારકોના સહયોગથી કરવામાં આવ્યું હતું.
સંસ્કૃતિ અને પર્યટન વિભાગના અગ્ર સચિવ અને મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે યુનેસ્કો દ્વારા ગ્વાલિયરનો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક પ્રોગ્રામમાં સમાવેશ એક મોટી સિદ્ધિ છે. યાદીમાં સમાવેશ કરવાથી સમગ્ર વિશ્વમાં મધ્યપ્રદેશની સાંસ્કૃતિક સમૃદ્ધિની સમજમાં વધારો થશે. તાનસેન અને બૈજુ બાવરા જેવા મહાન સંગીતકારોના શહેર ગ્વાલિયરમાં જ ધ્રુપદ સંગીત પરંપરાનો જન્મ થયો હતો, જે આજે પણ જીવંત છે અને મજબૂત રીતે સચવાય છે. ગ્વાલિયર અને સંગીત સાથે સંબંધિત દરેક વ્યક્તિ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.
યાદીમાં સામેલ થવાના શહેરને થતા ફાયદાઓ સમજાવતા શુક્લાએ કહ્યું કે, મને ખાતરી છે કે આ સિદ્ધિની મદદથી સમગ્ર વિશ્વ રાજ્યની સાંસ્કૃતિક વિવિધતાની સમૃદ્ધિ અને ઊંડાણ તરફ આકર્ષિત થશે. આનાથી ગ્વાલિયર શહેરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન મળશે. આ મધ્યપ્રદેશ માટે એક મોટી તક છે અને અમે યુનેસ્કો, સંસ્કૃતિ વિભાગ, ભારત સરકાર અને ગ્વાલિયર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ લોકોના ખૂબ આભારી છીએ.
રૂકો, જરા સબર કરો… દિવાળી પર ડુંગળીના ભાવ ભૂક્કા કાઢશે, તમારા બજેટની પથારી ફેરવશે એવું લાગે છે!
દેશનો સૌથી સસ્તો ગેસ સિલિન્ડર અહીં મળી રહ્યો છે, લોકોની પડાપડી થઈ, કિંમત માત્ર 474 રૂપિયા
પ્રવાસન બોર્ડના સંયુક્ત નિયામક પ્રશાંત સિંહ બઘેલે જણાવ્યું હતું કે યુનેસ્કોના ક્રિએટિવ સિટી નેટવર્કની યાદીમાં સમાવેશ થવાથી ગ્વાલિયરમાં સંગીતની સાથે સાથે સર્વાંગી ટકાઉ વિકાસને હાંસલ કરવાના લક્ષ્યાંકોને હાંસલ કરવામાં મદદ કરશે. યુવાનો માટે નવી આર્થિક અને કલાત્મક તકો ઉભી કરવામાં આવશે અને શહેરને સંગીતના શિક્ષણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા, સાંસ્કૃતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, સંગીત ક્ષેત્રને પ્રવાસન સાથે જોડવા અને કલા અને સંસ્કૃતિમાં લોકોની પહોંચ વધારવા જેવા મુદ્દાઓમાં જોવા મળશે.