આંતકીઓ પણ રાહ જોઇને જ બેઠા, મુંબઇમાં 26/11 કરતા પણ મોટો હુમલો કરવાની ફિરાકમાં, માહિતી મળતાં જ ભાંડો ફૂટી ગયો

Desk Editor
By Desk Editor
Share this Article

India News : ટોચના ગુપ્તચર સૂત્રોએ ખુલાસો કર્યો છે કે તાજેતરમાં પૂણેમાં (pune) આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા ધરપકડ કરાયેલા બે માણસો “26/11ના મુંબઈ આતંકવાદી હુમલા કરતાં પણ મોટો અને વધુ હાઇટેક હુમલો” કરવા માગે છે. ઈન્ટેલિજન્સ સૂત્રોએ જણાવ્યું કે 18 જુલાઈના રોજ એટીએસે પુણેના વ્યસ્ત કોથરુડ વિસ્તારમાંથી મોહમ્મદ ઈમરાન અને મોહમ્મદ યુનુસની ( Muhammad Yunus) ધરપકડ કરી હતી, જેઓ ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) શાખા SUFA માટે કામ કરતા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી રાજસ્થાનના એક કેસમાં આ લોકોને શોધી રહી હતી.

 


એટીએસે શુક્રવારે ઇમરાન અને યુનુસને મદદ કરવા બદલ રત્નાગીરીના પેંડારીના સિમાબ નસરુદ્દીન કાઝીની પણ ધરપકડ કરી હતી.તપાસમાં સામે આવ્યું છે કે મિકેનિકલ એન્જિનિયર (Mechanical Engineer) કાઝીએ કોંધવા સ્થિત ગ્રાફિક ડિઝાઇનર કદિર દસ્તગીર પઠાણને પણ પૈસા મોકલ્યા હતા.

સૂત્રોએ સીએનએનને જણાવ્યું હતું કે ઇમરાન અને યુનુસ કટ્ટરપંથી ઇસ્લામિક સ્ટેટ (IS અથવા ISIS)ના સંચાલક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને શકમંદોએ મુંબઈના કોલાબા સ્લમ વિસ્તાર નજીક ખાબડ હાઉસ અને નેવલ હેલિપેડ સહિતના મહત્વના સ્થળોની તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, “આ સ્થળો માત્ર મહત્વપૂર્ણ જ નહીં પરંતુ વ્યૂહાત્મક પણ છે. તેથી, ત્યાં થયેલા હુમલાનો અર્થ મોટા પાયે નુકસાન પહોંચાડવાનો હેતુ હોવો જોઈએ. “તેઓ મુંબઈના મોટા મંદિરો પર હુમલો કરવા માંગતા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે. ”

 

 

તેઓ દેશના વિકાસ અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ એવા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ (Hydropower Projects) પર પણ હુમલો કરવા માંગતા હતા, સૂત્રોએ જણાવ્યું હતું કે, શકમંદોએ કોલાબા વિસ્તારના ઘણા ફોટોગ્રાફ્સ લીધા હતા. તેમની પાસેથી હાઈટેક નકશા મળી આવ્યા છે. જો કે ષડયંત્રના શરૂઆતના તબક્કામાં તે તપાસ એજન્સીઓના હાથમાં આવી ગયો હતો.

 

સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો

ગુજરાતમાં લવ મેરેજ માટે માતા-પિતાની પરમિશન ફરજિયાતની ભુપેન્દ્ર પટેલની વાત પર દરેક નેતાનું જોરો-શોરોથી સમર્થન

ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?

 

 

ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે તેમના લેપટોપના ડેટાથી એ પણ જાણવા મળે છે કે તેમણે મોટા અને લાંબા કાફલા સાથે વીઆઈપી મૂવમેન્ટ પર ઘણું સંશોધન કર્યું હતું. આ જૂથ ખૂબ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું હતું. એક તરફ તેઓ રેકી કરી રહ્યા હતા અને બીજી તરફ તેઓ લોકોને ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) અને વિસ્ફોટકો બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા. તેમના છુપાયેલા સ્થળોમાંથી ઘણી તાલીમ સામગ્રી પણ કબજે કરવામાં આવી છે.

 


Share this Article