ભારતના સિટીએ દુનિયામાં નામ રોશન કર્યુ, મેળવ્યો 1.50 લાખ ડોલરનો પુરસ્કાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

એર કવાલિટી ઇન્ડેક્ષના તાજેતરના વૈશ્વિક અહેવાલમાં દુનિયાના ૫૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ભારતના ૩૯ શહેરોનો સમાવેશ થતો હતો. ભારતમાં વધતા જતા શહેરી વિકાસ અને વાયુ પ્રદૂષણે ચર્ચા જગાવી છે ત્યારે એક શહેર એવું છે જેને દુનિયામાં નામ રોશન કરીને ૧.૫૦ લાખ ડોલરનું ઇનામ જીત્યું છે. આ મેગા સિટીનું નામ આઇટી હબ બેંગલુર  છે. બેંગ્લોરે બિન સંક્રામક રોગ (એનએસડી) રોગોની નાબૂદી માટે ભરાયેલા પગલાને લઇને વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી છે. ખાસ કરીને તમાકુ નિયંત્રણ માટેના પ્રયાસો બદલ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) ૧.૫૦ લાખ ડોલરનું ઇનામ મેળવ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડેલી વિગત અનુસાર લંડનમાં બુધવારે સ્વસ્થ શહેર ભાગીદારી સંમેલનમાં ઉરુગ્વેના મૉટેંવીડિયો, મેકિસકો દેશનું મેકિસકો સિટી, કેનેડાનું વાન્કૂવર અને ગ્રીસના એથેન્સ સાથે ભારતના  બેંગલુરનું પણ નામ બોલાયું હતું. નિવેદનમાં જણાવાયું હતું કે આ પાંચ શહેરોએ એનએસડી અને અકસ્માતના ઉપચાર માટે મોટી ફાળ ભરીને સફળતા મેળવી છે.

ટોયલેટ સીટ કરતાં 40,000 ગણા વધુ બેક્ટેરિયા.. બોટલમાં પાણી પીનારા વિસ્તૃતથી વાંચો આ સમાચાર, મોત સુધીનો ખતરો

મુકેશ અંબાણીના રસોઈયાને મળે છે આટલો પગાર, એન્ટિલિયાના દરેક કર્મચારીઓનો પગાર જાણીને હક્કા-બક્કા રહી જશો

ગીતા, કિંજલ, અલ્પા, મોનલ, દિપાલી… RJ- અભિનેત્રીઓ અને ગાયિકાઓ એકસાથે જોવા મળી, આ ખાસ કાર્યક્રમમાં જોડાઈ

બેંગલુરમાં ટોબેકો નિયંત્રણ ખૂબજ અસરકારક છે. ખાસ કરીને જાહેર સ્થળોએ ધૂ્મ્રપાન અને તમાકુના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને અમલમાં સફળતા મેળવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાને મહા નિર્દેશક ડૉ ટ્રેડેસ અઘનોમ ઘેબ્રેયેસસ વિશ્વના પાંચેય દેશોના પાંચ શહેરોની પ્રશંસા કરી હતી. એથેન્સ શહેર નશાવિરોધી નાલાકસોન દવા બાબતે, મેકિસકોએ સડક સુરક્ષામાં સુધારણા બાબતે, વેન્કૂવરે જન આરોગ્ય ડેટા, મૉટેંવીડિયોએ સરકારી કાર્યાલયો અને યુનિવર્સિટીઓમાં હાઇજીનવાળા ફૂડ વ્યવસ્થાપન અંગે સારી કામગીરી કરી જેની નોંધ લેવામાં આવી હતી.


Share this Article
TAGGED: ,