BREAKING: સીએમ કેજરીવાલ બાદ ક્રાઈમ બ્રાંચ આતિશી માર્લેનાના ઘરે પહોંચી, MLA હોર્સ ટ્રેડિંગ કેસમાં નોટિસ આપવા પહોંચ્યા ACP

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે રાજકારણ ચરમસીમાએ છે. AAP MLA હોર્સ ટ્રેડિંગ કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા શનિવારે સીએમ અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને નોટિસ આપવામાં આવી હતી.

રવિવારે એસીપીના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાંચના મંત્રી આતિશીના ઘરે તેમને નોટિસ આપવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી આતિશી તેમના નિવાસસ્થાને નથી.હાલમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની એક ટીમ દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીના ઘરે હાજર છે.


Share this Article
TAGGED: