જાેરથી ફૂંકાતા પવનમાં વૃક્ષો ધારાશાયી થતા હોય તે સ્વાભાવિક વાત છે પણ બિહારમાં તો ૧૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો પુલ જ પવનના થપેડામાં ભોંય ભેગો થઈ ગયો છે. પુલનુ બાંધકામ કેવુ હશે તેની કલ્પના કરી શકાય છે. સારૂ છે કે, પુલ બનતા પહેલા જ જમીનદોસ્ત થઈ ગયો છે. નહીંતર પુલ કાર્યરત થયા બાદ આ ઘટના બની હોત તો ઘણા લોકોને જીવ પણ ગુમાવવો પડત.
બિહારના ભાગલપુરમાં ૩ કિલોમીટર લાંબો પુલ બની રહ્યો છે. ૨૦૧૫માં તેનુ નિર્માણ શરૂ થયુ હતુ. જાેકે ભારે પવનમાં પુલ જ ધારાશાયી થઈ જતા આ વિસ્તારમાં ચકાચર મચી છે. હવે પુલ બનાવવમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો થવા માંડ્યા છે. સ્થાનિક ધારાસભ્યનુ કહેવુ છે કે, એવુ તો કેવુ મટિરિયલ વાપરવામાં આવ્યુ હતુ કે, જરા વરસાદ અ્ને પવનની વધારે ગતિ પણ પુલ સહન કરી શક્યો નહોતો…આ બાબતની તપાસ થવી જાેઈએ.