પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાને લઈને સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. દરમિયાન રાજ્યમાં મહિલા પત્રકારની જાતીય સતામણીની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળમાં નેતાનું ઈન્ટરવ્યૂ લેવા ગયેલી મહિલા પત્રકાર સાથે આવી ઘટના બની છે. મહિલા પત્રકારે આક્ષેપ કર્યો છે કે, તે સીપીએમના એક નેતાનો ઈન્ટરવ્યુ લેવા ગઈ હતી ત્યારે તે જાતીય સતામણીનો ભોગ બની હતી.
સીપીએમ નેતાનું નામ તન્મય ભટ્ટાચાર્ય છે. મહિલા પત્રકારે ફેસબુક લાઈવમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણીએ કહ્યું કે, સીપીએમના નેતા ઈન્ટરવ્યુ આપવાના બહાને તેની નજીક આવીને ખોળામાં બેસી ગયા. મહિલા પત્રકારે વધુમાં કહ્યું કે, તેને ખાતરી નથી કે સીપીએમ તેના નેતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે. આને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કેટલાક લોકોને આ પ્રકારની સમસ્યા હોય છે. મહિલા પત્રકારે કહ્યું કે, તેણે આ મામલે બારાનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.
મામલો સામે આવ્યા બાદ CPMએ તન્મય ભટ્ટાચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે. પાર્ટીએ કહ્યું કે તે આ મામલે આંતરિક તપાસ પણ કરશે. જણાવી દઈએ કે તન્મય ભટ્ટાચાર્ય CPMની યુવા પાંખ DYFIનો પ્રદેશ અધ્યક્ષ હતો. તન્મય ભટ્ટાચાર્ય 2016થી 2021 સુધી ઉત્તર દમદમના ધારાસભ્ય હતા.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
જોકે, 2021માં તન્મય ભટ્ટાચાર્યને ચંદ્રિમા ભટ્ટાચાર્યએ હરાવ્યો હતો. તાજેતરમાં તન્મય બરાહનગર વિધાનસભા પેટાચૂંટણી હારી ગયો હતો. તન્મય ભટ્ટાચાર્ય અગાઉ પાર્ટી સાથેના જોડાણ, પાર્ટીના આદેશનો અનાદર કરવા અને કોંગ્રેસના સરઘસોમાં જવા મુદ્દે પાર્ટીની અંદર વિવાદોમાં રહ્યો હતો.