કુંચડીમા આજથી 3 મહિના પહેલા આયુષ નામના એક યુવકના લગ્ન દીક્ષા સાથે થયા હતા. આયુષ વિદેશની મોટી કંપનીમાં સારા પદ ઉપર નોકરી કરતો હતો જ્યારે પત્ની દીક્ષા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હતી અને ઘરેથી જ નોકરી કરતી હતી. બન્નેના લગ્ન પૂરા થતા આયુષના માતા પિતા તેમના મુળ વતન પાછા ફર્યા.
દિક્ષાને પણ આયુષ કાગળિયા થઈ જતા પોતાની સાથે વિદેશ લઈ જવાનો હતો. આ વચ્ચે એક એવી ઘટના બની કે બધુ વેરવીખેર થઈ ગયુ. એક દિવસ આયુષ દિક્ષાને ફોન કર્યો પણ તેણે એક પણ વાર ફોન ઉચક્યો નહી. આયુષ સતત ફોન કરતો રહ્યો અંહે લગભગ 117 જેટલા ફોન કર્યા છતાં પત્નીએ ફોન ન ઉચક્યો.
આ બાદ તેણે દીક્ષાની આસપાસ રહેતા પાડોશીને ફોન કર્યો અને દીક્ષાના ઘરે જાઈ તપાસ કરવા જણાવ્યુ. જ્યારે પાડોશીઓ ત્યા પહોચ્યા અને સીસીટીવી કેમેરા ચેક કર્યા. આ દરમિયાન હોલમા દીક્ષાની લટકતી હાલત જોવા મળી. પાડોશીઓ દરવાજો તોડી અંદર ઘૂસયા અને દીક્ષા નીચે ઉતારી હોસ્પિટલમાં લઈ ગયા જ્યા ડોક્ટરે તેને મૃત જાહેર કરી.